Morbi/ હળવદના કેદારીયા ગામે 20 ઘેંટા પર ફરી વળ્યું કન્ટેનર

હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા મશરૂભાઈ માંડણભાઈ ભરવાડ અને દેવા ભાઈ રુખડભાઈ આજે સવારના પોતાના ઘેંટાઓને લઈ ચારવા માટે જઈ રહ્યા હતા

Gujarat Others
a 396 હળવદના કેદારીયા ગામે 20 ઘેંટા પર ફરી વળ્યું કન્ટેનર

@બલદેવ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી 

આજે વહેલી સવારના હળવદ તાલુકાના કેદારીયા ગામ નજીક અમદાવાદ-કચ્છ હાઇવે પર કન્ટેનર ચાલકે 20 જેટલા ઘેંટા પર ફેરવી દેતા 17 ઘેંટાના મોત નિપજ્યા છે જ્યારે ત્રણ ઘેંટા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ બે જવાબદારીપૂર્વક કન્ટેનર ચલાવનાર ચાલકને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા મશરૂભાઈ માંડણભાઈ ભરવાડ અને દેવા ભાઈ રુખડભાઈ આજે સવારના પોતાના ઘેંટાઓને લઈ ચારવા માટે જઈ રહ્યા હતા ત્યારે કચ્છ અમદાવાદ હાઈવે પર બે જવાબદારીપૂર્વક પુરપાટ ઝડપે આવતા કન્ટેનર ચાલકે ઘેંટાઓને અડફેટે લીધા હતા જેમાં 17 ઘેંટાના મોત નિપજ્યા છે જ્યારે ત્રણ જેટલા ઘેંટા ગંભીર રીતે ઘવાયા હોવાનું જાણવા મળ્યું છે

બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ કન્ટેનર ચાલકની અટકાયત કરી પોલીસ મથકે લઈ આવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે સાથે જ પશુપાલકો દ્વારા પોતાની આજીવિકા જેના પર નિર્ભર હતી તે ઘેંટાઓના મોત નિપજતા રાજ્ય સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…