Politics/ અરવલ્લીનાં માલપુરમાં ભાજપનાં મહામંત્રી પર હુમલો, કોંગ્રેસ MLA પર આક્ષેપ

ચૂંટણીની અદાવતમાં ધારાસભ્ય અને તેમના પુત્રએ ભાજપનાં મહામંત્રીને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 

Top Stories Gujarat Others
cricket 3 અરવલ્લીનાં માલપુરમાં ભાજપનાં મહામંત્રી પર હુમલો, કોંગ્રેસ MLA પર આક્ષેપ
  • અરવલ્લી માલપુરમાં ભાજપના મંત્રી પર હુમલો
  • યુવા મોરચાના મહામંત્રી કશ્યપ પટેલ પર હુમલો
  • કોંગી ધારાસભ્ય જસુભાઈ પટેલે હુમલો કર્યોનો આક્ષેપ
  • માલપુરમાં નાગરીકબેંકની સભામાં માર મરાયોનો આક્ષેપ
  • કશ્યપ પટેલને ચૂંટણીની અદાવત રાખી માર માર્યાનો આક્ષેપ
  • ભાજપ મહામંત્રીને સારવાર માટે મોડાસા લવાયા
  • પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ ઘટનાને વખોડી
  • યુવા કાર્યકર દ્વારા પોલીસ મથકે અરજી અપાઈ
  • બાયડ-માલપુરના કોંગ્રેસ ધારાસભ્ય જશુ પટેલ સામે લેખિત અરજી

ગુજરાતમાં કોરોનાનાં કેસ વધવાની સાથે રાજનીતિમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, ચૂંટણીની અદાવતમાં ધારાસભ્ય અને તેમના પુત્રએ ભાજપનાં મહામંત્રીને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

કોરોનાનો કહેર / સુરતમાં એક પેટ્રોલપંપનાં 4 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

આપને જણાવી દઇએ કે, અરવલ્લી જિલ્લાનાં માલપુર ખાતે યોજાયેલા નાગરીકબેંકની સભામાં હાજર રહેલા ભાજપનાં માલપુરનાં મહામંત્રી કશ્યપ પટેલ નાગરીક બેંકનાં સભ્ય હોવાથી સભામાં ગયા હતા. પરંતુ તેમને સભ્ય પદેથી દૂર કરી સભામાંથી બહાર નીકળી જવા જણાવવામાં આવ્યુ હતુ. ત્યારબાદ તેમણે જ્યારે કારણ પૂછ્યું હતું તે દરમિયાન મામલો બીચક્યો હતો. અને કોંગ્રેસનાં ધારાસભ્ય જશુભાઈ પટેલ અને તેમના પુત્ર નિશ્ચલ પટેલ તેમજ બીજા કેટલાક શખ્સોએ ભાજપનાં મહામંત્રી કશ્યપ પટેલને માર માર્યો હતો. જે પછી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બીજી તરફ કશ્યપ પટેલે માલપુર પોલીસ મથકે અરજી કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું ભાજપનાં આગેવાનોએ જણાવ્યું છે.

કોરોના બેકાબૂ / દેશમાં કોરોના નવી ઊંચાઈએ ,24 કલાકમાં 43,800 નવા કેસ, એક્ટિવ કેસ 3 લાખને પાર

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે….

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ