Not Set/ દેશમાં કોરોના નવી ઊંચાઈએ ,24 કલાકમાં 43,800 નવા કેસ, એક્ટિવ કેસ 3 લાખને પાર

દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત દેશના આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 43,800  નવા કેસ નોંધાયા છે, કોરોનાના સક્રિય કેસનો આંકડો ૩ લાખને પાર જ્યારે રિકવરી

Top Stories India

દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત દેશના આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 43,800  નવા કેસ નોંધાયા છે, કોરોનાના સક્રિય કેસનો આંકડો ૩ લાખને પાર જ્યારે રિકવરી માત્ર 22,800 જોવા મળી છે.જેમાં મોટાભાગના આ આઠ રાજ્યોના છે. કેરળમાં પણ નવા કેસો મોટી સંખ્યામાં છે, પરંતુ વલણ ઘટી રહ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર, તામિલનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણામાં આઠ રાજ્યોમાં સંક્રમણમાં વધારો નોંધાયો છે.મંત્રાલયે   જારી કરેલા આંકડા મુજબ, દેશમાં 112 દિવસ પછી  કોરોનાના દૈનિક કેસનો આંકડો સૌથી વધુ જોવા મળ્યો છે,જેમાં આ રાજ્યોમાં 80 ટકા વધુ કેસ મળી આવ્યા છે.

Coronavirus Updates: Confirmed cases in India reaches 17,656 with 559  deaths - The Economic Times

આ અગાઉ ગયા વર્ષે 29 નવેમ્બરના રોજ 41,810 નવા કેસ મળી આવ્યા હતા. એકલા નવા કેસોમાં  ટકા ત્રણ રાજ્યોમાં છે – મહારાષ્ટ્ર, કેરળમાં 8.83 અને પંજાબમાં 5.36 ટકા, એટલે કે નવા કેસોમાં  76.22 ટકા. સંખ્યાની દ્રષ્ટિએ, મહારાષ્ટ્રમાં 27,000 થી વધુ નવા દર્દીઓ, પંજાબમાં 2,400 થી વધુ, કેરળમાં 1,900 થી વધુ, કર્ણાટકમાં 1590થી વધુ, મધ્ય પ્રદેશમાં 1,140 થી વધુ અને દિલ્હીમાં 716 થી વધુદર્દીઓ મળી આવ્યા છે.મંત્રાલય અનુસાર ચેપગ્રસ્ત વ્યક્તિઓની કુલ સંખ્યા એક કરોડ 15 લાખ 55 હજારને વટાવી ગઈ છે. તેમાંથી એક કરોડ 11 લાખ સાત હજારથી વધુ દર્દીઓ સંપૂર્ણ રીતે સાજા થયા છે અને 1,59,558 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Govt confirms presence of South African, Brazilian corona variants in  India, says don't let guard down - The Financial Express