Cricket/ જાણો શું છે ટી-20 સીરીઝમાં જીતનું વિરાટ કનેક્શન?

તમે બોલિવૂડ ફિલ્મ બાજીગર તો જોઇ જ હશે. જેનો એક જાણીતો ડાયલોગ છે, ‘હાર કે જીતને વાલે કો બાજીગર કહેતે હૈ.’ આવુ જ કઇંક ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓએ અમદાવાદનાં મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરી બતાવ્યુ છે.

Sports
cricket 4 જાણો શું છે ટી-20 સીરીઝમાં જીતનું વિરાટ કનેક્શન?

તમે બોલિવૂડ ફિલ્મ બાજીગર તો જોઇ જ હશે. જેનો એક જાણીતો ડાયલોગ છે, ‘હાર કે જીતને વાલે કો બાજીગર કહેતે હૈ.’ આવુ જ કઇંક ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓએ અમદાવાદનાં મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરી બતાવ્યુ છે. જી હા, જે રીતે આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ પ્રદર્શન કર્યુ છે, તે જોતા સિલેક્ટર અને દર્શકો ઘણા ખુશ દેખાઇ રહ્યા છે. જો કે આ સીરીઝને જીત તરફ અગ્રેસર કરવા ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીનો ફાળો સૌથી વધુ છે.

cricket 5 જાણો શું છે ટી-20 સીરીઝમાં જીતનું વિરાટ કનેક્શન?

Cricket / પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયાને મળી હાર

આપને જણાવી દઇએ કે, પાંચ મેચની ટી-20 સીરીઝની પહેલી મેચ ઈંગ્લેન્ડે પોતાના નામે કરી હતી. જે બાદ ટીમ ઈન્ડિયાએ વાપસી કરતા બીજી મેચને પોતાના નામે કરી હતી. જો કે ત્રીજી મેચ ઈંગ્લેન્ડે પોતાના નામે કરતા ટીમ ઈન્ડિયા બેક ફૂટ પર દેખાઇ રહી હતી. જે પછી ચોથી અને પાંચમી ટી-20 મેચ ભારતે પોતાના નામે કરી સળગ છઠ્ઠી સીરીઝ પોતાના નામે કરી છે. જણાવી દઇએ કે, શનિવારે અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી પાંચમી ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 36 રને હરાવ્યું હતું. આ જીતની સાથે ટીમે પાંચ મેચની ટી-20 સીરીઝ 3-3 થી જીતી લીધી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ આ મેચમાં અણનમ 80 રનની ઇનિંગ રમી હતી, જ્યારે ભુવનેશ્વર કુમારે બોલ સાથે ટીમને વિજય તરફ અગ્રેસર કરી હતી. સીરીઝમાં 1-2 થી પાછળ રહી ગયા બાદ ભારતીય ટીમે જબરદસ્ત વાપસી કરી અને છેલ્લી બે ટી-20 મેચોમાં ઈંગ્લેન્ડ ટીમને પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો. વિશ્વની નંબર વન ટી-20 ટીમ સામે ભારતનાં ઘણા ખેલાડીઓની જીતમાં મહત્વની ભૂમિકા રહી હતી, જેમાં સૂર્યકુમાર યાદવ, શાર્દુલ ઠાકુર જેવા ખેલાડીઓ સામેલ છે.

cricket 6 જાણો શું છે ટી-20 સીરીઝમાં જીતનું વિરાટ કનેક્શન?

India vs England / ટીમ ઇન્ડિયાની જીત, ઇન્ડિયાની બોલિંગ સામે ઇંગ્લેન્ડના બેટ્સમેન નતમસ્તક, સીરીજ કરી કબ્જે

અમદાવાદમાં યોજાયેલી પાંચ મેચોની ટી-20 ની સીરીઝ ખૂબ રોમાંચક રહી હતી. અહી શરૂઆતની મેચમાં ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યુ હતુ. જે બાદ વિરાટની કેપ્ટનશીપ અને બેટિંગને લઇને આલોચનાઓ થવા લાગી હતી. જો કે તે પછી કોહલીએ પોતાનુ વિરાટ સ્વરૂપ બતાવતા પાંચ મેચની સીરીઝમાં સર્વાધિક રનનો પહાડ ઉભો કરી દીધો હતો. શરૂઆતમાં ફેલ રહેલા વિરાટે કોહલીનું બેટ જોરદાર બોલવા લાગ્યુ હતુ. વિરાટે પાંચમાંથી ત્રણ મેચમાં અડધી સદી ફટકારી હતી અને તે ત્રણેય મેચમાં નોટઆઉટ રહ્યો હતો. કોહલી કોઈપણ દ્વિપક્ષીય ટી-20 શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી પણ બન્યો છે. વિરાટે 5 મેચમાં 141.13 નાં સ્ટ્રાઇક રેટથી 231 રન બનાવ્યા હતા અને તેની એવરેજ 115.50 રહી છે. કોહલીએ આ સીરીઝ દરમિયાન ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ 3000 રન પૂરા કર્યા હતા. ટી-20 સીરીઝ પહેલા કોહલીનાં ફોર્મ વિશે ઘણી ચર્ચાઓએ જોર પકડ્યું હતુ અને ટેસ્ટ સીરીઝમાં તેનું પ્રદર્શન પણ ખાસ રહ્યુ નહોતું.

cricket 7 જાણો શું છે ટી-20 સીરીઝમાં જીતનું વિરાટ કનેક્શન?

ખુલાસો / મુંબઈના ભૂતપૂર્વ પો.કમિ.પરમવીર સિંહના પત્રમાં ગૃહમંત્રી પર રૂ.100 કરોડ માંગવાનો આરોપ, ઉદ્ધવ સરકારે મોડી રાત્રે આપ્યો ખુલાસો

ટી -20 આંતરરાષ્ટ્રીય મેચમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન

1502 વિરાટ કોહલી (ભારત)

1462 આરોન ફિંચ (ઓસ્ટ્રેલિયા)

1383 કેન વિલિયમસન (ન્યુઝીલેન્ડ)

1321 ઈઓન મોર્ગન (ઈંગ્લેંડ)

1273 ફાફ ડુપ્લેસિસ (દક્ષિણ આફ્રિકા)

cricket 8 જાણો શું છે ટી-20 સીરીઝમાં જીતનું વિરાટ કનેક્શન?

ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં કેપ્ટન તરીકે સૌથી વધુ ફિફ્ટી બનાવનારા ખેલાડીઓ

12 વિરાટ કોહલી (ભારત)

11 કેન વિલિયમસન (ન્યુઝીલેન્ડ)

10 આરોન ફિંચ (Australiaસ્ટ્રેલિયા)

9 ઇઓન મોર્ગન (ઇંગ્લેંડ)

8 ફાફ ડુપ્લેસિસ (દક્ષિણ આફ્રિકા)

cricket 9 જાણો શું છે ટી-20 સીરીઝમાં જીતનું વિરાટ કનેક્શન?

દ્વિપક્ષી ટી-20 સીરીઝમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન (આઇસીસીની સંપૂર્ણ સભ્ય ટીમો)

231 વિરાટ કોહલી vs ENG. 2021 (5 ઇનિંગ્સ)

224 કેએલ રાહુલ vs NZ 2020 (5 ઇનિંગ્સ)

223 કોલીન મનરો vs WI 2018 (3 ઇનિંગ્સ)

222 હેમિલ્ટન મસાકડજા vs BAN (4 ઇનિંગ્સ)

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ