aesia cup/ ભારતીય ટીમે વિદેશી ધરતી પર રચ્યો ઈતિહાસ,બાંગ્લાદેશને હરાવી એશિયા કપ જીત્યો

એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આયોજિત મહિલા ઇમર્જિંગ ટીમ્સ કપની ફાઇનલ મેચમાં ભારત A મહિલાએ જીત મેળવી છે.ભારત A મહિલાએ બાંગ્લાદેશ A મહિલાને 31 રનથી હરાવીને ટાઇટલ જીત્યું છે

Top Stories Sports
8 17 ભારતીય ટીમે વિદેશી ધરતી પર રચ્યો ઈતિહાસ,બાંગ્લાદેશને હરાવી એશિયા કપ જીત્યો

એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આયોજિત મહિલા ઇમર્જિંગ ટીમ્સ કપની ફાઇનલ મેચમાં ભારત A મહિલાએ જીત મેળવી છે.ભારત A મહિલાએ બાંગ્લાદેશ A મહિલાને 31 રનથી હરાવીને ટાઇટલ જીત્યું છે. મેચમાં ભારત A મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારત A મહિલા ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશ A મહિલા ટીમ 19.2 ઓવરમાં 96 રનમાં આઉટ થઈ ગઈ હતી

 મેચમાં પ્રથમ બેટિંગ કરતી વખતે ભારત A મહિલા ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારત A ટીમ તરફથી શ્વેતા સેહરાવતે 20 બોલમાં 13 રનની ઇનિંગ રમી હતી. આ પછી દિનેશ વૃંદાએ 29 બોલમાં 36 રન બનાવ્યા. આ સાથે જ કનિકા આહુજાએ 23 બોલમાં અણનમ 30 રન બનાવ્યા હતા. જેના કારણે ભારતીય મહિલા A ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 127 રન બનાવી શકી હતી. 128 રનના જવાબમાં બાંગ્લાદેશ A મહિલા ટીમની શરૂઆત ખરાબ રહી હતી. અડધી ટીમ 51 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી હતી. બાંગ્લાદેશ A મહિલા ટીમ 19.2 ઓવરમાં 96 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમના માત્ર 3 બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યા હતા. આ રીતે ભારતીય મહિલા ટીમે ફાઈનલ મેચ જીતી લીધી હતી. સ્પિન બોલર શ્રેયંકા પાટીલે ફરી એકવાર ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું. શ્રેયંકાએ 4 ઓવરમાં માત્ર 13 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય મન્નત કશ્યપે 3 જ્યારે કનિકા આહુજાએ 2 વિકેટ ઝડપી હતી.