Not Set/ આશ્રમમાં હત્યા મામલે સંત રામપાલને અંતિમ શ્વાસ સુધી કેદની સજા

હિસાર, સતલોક આશ્રમમાં થયેલી હત્યા મામલે સંત રામપાલને સજાનું એલાન થઇ ચૂક્યું છે. એમને હત્યાના બે કેસમાં આજીવન કારાવાસની સજા આપવામાં આવી છે. રામપાલ સહીત એમના 26 અનુયાયીઓને પણ ગુરુવારે દોષી માનવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, હત્યા મામલાઓની સુનાવણી લગભગ ચાર વર્ષ સુધી ચાલી હતી. 67 વર્ષીય રામપાલ અને એમના અનુયાયીઓની નવેમ્બર, 2014માં ધરપકડ બાદથી જ […]

Top Stories India
rampal jail આશ્રમમાં હત્યા મામલે સંત રામપાલને અંતિમ શ્વાસ સુધી કેદની સજા

હિસાર,

સતલોક આશ્રમમાં થયેલી હત્યા મામલે સંત રામપાલને સજાનું એલાન થઇ ચૂક્યું છે. એમને હત્યાના બે કેસમાં આજીવન કારાવાસની સજા આપવામાં આવી છે. રામપાલ સહીત એમના 26 અનુયાયીઓને પણ ગુરુવારે દોષી માનવામાં આવ્યા હતા.

Rampal PTI e1539679316667 આશ્રમમાં હત્યા મામલે સંત રામપાલને અંતિમ શ્વાસ સુધી કેદની સજા

જણાવી દઈએ કે, હત્યા મામલાઓની સુનાવણી લગભગ ચાર વર્ષ સુધી ચાલી હતી. 67 વર્ષીય રામપાલ અને એમના અનુયાયીઓની નવેમ્બર, 2014માં ધરપકડ બાદથી જ જેલમાં બંધ હતા. રામપાલ અને એમના અનુયાયીઓ વિરુદ્ધ બરવાળા પોલીસ સ્ટેશનમાં 19 નવેમ્બર, 2014ના રોજ બે મામલાઓ દાખલ કરવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે, પોલીસ જયારે રામપાલની ધરપકડ કરવા માટે આશ્રમની અંદર જઈ રહી હતી, ત્યારે રામપાલના લગભગ 15 હજાર અનુયાયીઓએ આશ્રમને ઘેરી લીધો હતો, જેથી સ્વયંભૂ બાબાની ધરપકડ ના થઇ શકે. અનુયાયીઓની હિંસાના કારણે છ લોકોના મૃત્યુ થયા હતા.

sant rampal 620x400 e1539679369143 આશ્રમમાં હત્યા મામલે સંત રામપાલને અંતિમ શ્વાસ સુધી કેદની સજા

હાલ, હિસાર પ્રશાસને સુરક્ષાનો વ્યાપક બંદોબસ્ત કર્યો હતો, જેથી સ્વયંભૂ બાબાને સજા મળ્યા બાદ કાનૂન અને વ્યવસ્થાની સ્થિતિ કાયમ રહી શકે.