વડોદરા/ દીકરાની દવા માટે પુત્રવધૂએ માંગ્યા પૈસા તો સસરાએ કહ્યું- તું મને સહયોગ આપ હું તને…..

વડોદરામાં વિધવા પુત્રવધૂની સસરાએ જાતિય સતામણી કરતા પુત્રવધૂએ અભયમની મદદ લીધી હતી. જેથી અભયમની ટીમે પહોંચીને સસરાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેમને કોઈ અસર ન થતાં પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવ્યા હતા.

Top Stories Gujarat Vadodara Breaking News
YouTube Thumbnail 2024 03 19T145524.500 દીકરાની દવા માટે પુત્રવધૂએ માંગ્યા પૈસા તો સસરાએ કહ્યું- તું મને સહયોગ આપ હું તને.....

Vadodara News: વડોદરામાં પતિના મોત પછી સાસરીમાં રહેતી વિધવા મહિલાને  181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને મદદ માગી હતી. જયારે અભયમની ટીમે મહિલાના ઘરે પહોંચી ત્યરે મહિલાએ તેમને જણાવ્યું કે, ગઇકાલે મારા દીકરાની સારવાર માટે મેં મારા સસરા પાસે પૈસા માંગ્ય હતા, જેવી મેં પૈસાની વાત કરી કે તેમણે અચાનક મને પકડી લીધી અને કહેવા લાગ્યા કે, આપણે એકબીજાને સહયોગ આપીશું. મહિલાએ પણ જણાવ્યું કે આ પહેલીવાર નથી તેના સસરાએ આવી હરકત કરી હોય તેઓ અવારનવાર આવી હરકતો કરતા રહે છે તેથી જ કંટાળીને મેં તમને ફોન કર્યો છે.

વડોદરા શહેરમાં રહેતી એક મહિલા તેના પતિના મોત બાદ એકલી પડી ગઈ હતી અને તેના બાળક સાથે તેના સાસરિયાના ઘરે રહેતી હતી. મહિલાના કહેવા પ્રમાણે તેના સસરાની દાનત શરૂઆતથી જ સારી ન હતી. જો કે, તેને તેમના ઘરે રહેવાની ફરજ પડી હતી. તેથી તેના સસરા તેની લાચારીનો લાભ લેવા માંગતા હતા. તેણે આ અંગે તેની સાસુને કહ્યું, પરંતુ તેની સાસુએ તેની વહુને દોષી ઠેરાવી હતી.

આ બધાથી કંટાળીને પછી મહિલાએ અભયમ અને પોલીસ મદદ માગી હતી. અભયમ ટીમ મહિલાના ઘરે પહોંચી અને તેને સસરાને સમજાવ્યા હતા કે, તમારી પુત્રવધૂ તમારી દીકરી સમાન છે. તમે તેમની સાથે અભદ્ર હરકત કરો છો તે શરમજનક બાબત છે, પરતુ, તેમને કોઈ અસર ન થતાં પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી

આ પણ વાંચો:રાજ્યમાં અનુભવાતો ઉનાળોઃ તાપમાને 40 ડિગ્રી તરફ લગાવી દોટ