Ahmedabad News: દેશની કોઈ પણ સરકારી સંસ્થા હોય કે પ્રાઇવેટ, પરંતુ જેમાં તમે જો નોકરી કરતા હોવ છો તો તમારે કેટલાક નિયમોનું પાલન કરવાનું હોય છે. આ સિવાય જો કોઈ કર્મચારી સરકારી નોકરીમાં કામ ન કરે કે ગેરરીતિ આચરે તો વિભાગના વડા તેને સજા કરે છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો આનથી ઉલટું જ જોવા મળી રહ્યું છે. ચર્ચા મુજબ જ્યાં પત્ની સિનિયર ક્લાર્ક તરીકે કામ કરતી હોય ત્યાં અન્ય જિલ્લામાં કલેક્ટર તરીકે કામ કરતો પતિ પત્નીને કોઈ સજા ન થાય તેવા આદેશ આપે છે અને આ જ વાત તો પત્ની પણ ખુબ જ ફાયદો ઉવતા જોવા મળે છે.
આપને જણાવી દઈએ કે, અમદાવાદમાં સિનિયર ક્લાર્કની પોસ્ટ પર કામ કરતા મહિલા કર્મચારીને ગેરરીતિ બદલ એક નહીં પરંતુ 10 કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. પરંતુ કોઈ તેમનું કંઈ જ બગાડી શક્ય નથી.. ચર્ચા મુજબ તેમના પતિ રાજ્યના એક જિલ્લામાં કલેક્ટર પદ પર કાર્યરત છે. પતિએ તેમની પત્નીની બેદરકારીને છુપાવી દીધી અને મ્યુનિસિપલ કોર્પોરેશન બોસને કહ્યું કે તેમની પત્ની સામે કોઈ શિસ્તભંગના પગલાં લેવા જોઈએ નહીં.
હવે સ્થિતિ એવી બની છે કે આ મહિલા કર્મચારી જે ગેરરીતિઓ કરી રહ્યા છે તે જોઈને અન્ય મહિલા કર્મચારીઓ પણ તેમના રસ્તે ચાલી રહી છે. કલેક્ટર પતિની પત્ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષોથી નોકરી કરે છે પરંતુ અનિમિતતા હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
આ પણ વાંચો:પુતિનનો 87.8 ટકા મત સાથે પ્રચંડ વિજય, સળંગ પાંચમી ટર્મ શાસન કરી સ્ટાલિનનો રેકોર્ડ કોડશે
આ પણ વાંચો:ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા બાંગ્લાદેશીઓએ BSF પર હુમલો કર્યો, એક દાણચોરનું મોત
આ પણ વાંચો:PM મોદીની તસવીરો હટાવી દેવી જોઈએ, કાર્યકર્તાએ ચૂંટણી પંચને કાનૂની