Not Set/ ભરત પંડ્યાનો દાવ થઇ ગયો, જાણો કેમ

કારડીયા રાજપુત અને ભાજપના પ્રમુખ વચ્ચે ગૌચરની જમીન પચાવી પાડવાના જંગનો અંત હજુ આવ્યો નથી. રાજપુતોને અમિત શાહે તેમના બંગલે ચર્ચા કરવા બાલાવ્યા હતા. ભાજપ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી માફી માંગે એવી માંગણી રાજપુત સમાજની હતી. તેમણે બે હાથ જોડીને માફી પણ માંગી હતી. તે વાત વેબસાઈટ અને અખબારોમાં પ્રસિધ્ધ થતાં જીતેન્દ્ર વાઘાણીનો અહં ઘવાયો હતો. […]

Top Stories

કારડીયા રાજપુત અને ભાજપના પ્રમુખ વચ્ચે ગૌચરની જમીન પચાવી પાડવાના જંગનો અંત હજુ આવ્યો નથી. રાજપુતોને અમિત શાહે તેમના બંગલે ચર્ચા કરવા બાલાવ્યા હતા. ભાજપ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી માફી માંગે એવી માંગણી રાજપુત સમાજની હતી. તેમણે બે હાથ જોડીને માફી પણ માંગી હતી. તે વાત વેબસાઈટ અને અખબારોમાં પ્રસિધ્ધ થતાં જીતેન્દ્ર વાઘાણીનો અહં ઘવાયો હતો.

તેમણે ભાજપના પ્રવક્તા ભરત પંડયાને તુરંત આદેશ કર્યો હતો કે એક નિવેદન કરે કે જીતેન્દ્ર વાઘાણીએ કોઈ માફી માંગી નથી. એમ જ થયું. રાજપુત સમાજ હવે ભરત પંડયા વિરૂદ્ધ થઈ ગયો છે. હવે ભરત પંડયા સામે રાજકીય તોફાન શરૂ થયું હતું. તેઓ ધંધુકા કે સમાજમાં ધારાસભાની ચૂંટણી લડવાના છે તેથી ધંધુકામાં રાજપુત સમાજના જંગી મતો નારાજ થયા છે એવી ખબર પડતાં તેમણે રાજપુત નેતા દાનસીંગ મોરીને ફોન કર્યો કે મને ફરજ પાડવામાં આવી હતી કે આવું નિવેદન કરવું. આખા વિષય અંગે મારે કોઈ સબંધ નથી. એમ કરીને તેમના પ્રદેશ પ્રમુખને આગળ ધરી દીધા હતાં. આવું જ આઈ. કે. જાડેજા, પ્રદીપસિંહ જાડેજા,ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જશા બારડ પણ નિવેદન તેમના સમાજ સામે કરી શક્યા હોત પણ જીતેન્દ્ર વાઘાણીએ ભરત પંડયાને આગળ ધરી દીધા હતા.

વિવાદનું મૂળ કારણ બુઘેલ ગામની ગૌચરની જમીન ભાજપના પ્રમુખે પચાવી પાડી છે તે અંગે છે.

ભાવનગરના બુઘેલ ગામમાં ગૌચરની જમીન પચાવી પાડનાર ભાજપના પ્રદેશ પ્રમુખનો વિરોધ કરનાર સરપંચ દાનસંગ મોરી સામે ખોટા પોલીસ કેસ કરવા બદલ સમગ્ર રાજ્યમાં રાજપુત આંદોલન શરૂ થયુ હતું. ભાજપના નેતાનું જમીન કૌભાંડ છાપરે પોકારી રહ્યું હતું. તેમણે ગાયોને ચરવાની જમીન ભાજપના પ્રમુખે પચાવી પાડી છે. જેનો વિરોધ સરપંચ કરી રહ્યાં છે ત્યારે તેમની સામે ખોટા પોલીસ કેસ કરાવી દીધા છે.

કરોડો રૂપિાની જમીન પ્રકરણ ભાજપને ભારે પડી રહ્યું છે. સરકારી અને પંચાયતની જમીન ભાજપના પ્રદેશ પ્રમુખે પચાવી પાડી હોવાથી મામલો ભારે ગરમ બની ગયો હતો. પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબેન પટેલે આ જમીન કૌભાંડ અંગે  જીતુ વાઘાણીને ઠપકો આપ્યો હતો, આખરે આનંદીબહેન પટેલની મધ્યસ્થીને કારણે રાજપુતો અને ભાજપ વચ્ચે સમાધાન થયુ હતું, જો કે આ સમાધાનને  લઈ રાજપુત સમાજમાં ભારે નારાજગી ફેલાઈ છે.

દાનસંગ મોરી સામે જે પ્રકારે ખોટા કેસ થયા ત્યાર બાદ ગુજરાતના ગામે માત્ર કારડિયા રાજપુત સમાજ જ નહીં, પણ તમામ રાજપુતોએ રેલીઓ કાઢી અને સભાઓ કરી હતી, જેમાંથી સૌથી મોટી સભા બાવળાના ભાયલા ખાતે થઈ હતી, આ સભા પણ ભાજપના નેતાઓને અંદાજ આવી ગયો કે પાણી માથા ઉપરથી પસાર થઈ રહ્યું છે. ભાયલાની સભામાં રાજપુતોએ માગણી કરી હતી કે હવે જીતુ વાઘાણી રાજીનામુ આપે, તે જ એક માત્ર સમાધાન છે, બીજી તરફ ભાજપના નેતા આઈ કે જાડેજા અને મંત્રી જશા બારડે રાજપુત સમાજ ઉપર આરોપ મુકયો હતો કે તેઓ વ્યકિતગત સ્વાર્થ માટે આંદોલન ચલાવી રહ્યા છે, આ આંદોલનને કારણે રાજપુત સમાજ એકત્રીત થયો હતો અને તેઓ આરપારની લડાઈ લડી લેવા માગતો હતો. પણ આનંદીબહેન અને અમિત શાહની હાજરીમાં માત્ર જીતુ વાઘાણીઓ મારી ભુલ થઈ છે તેવું કહેતા ભાજપના નેતાઓએ રાજપુતોને પેંડા ખવડાવી સમાધાન થઈ ગયું છે તેવી જાહેરાત કરી દીધી હતી.

સમાધાનની વાત બહાર આવતા ખાસ કરી રાજપુત યુવાનો ખુબ નારાજ થયા છે. જેમણે સોશ્યલ મીડિયામાં સમાધાનની ટીકા કરતા લખ્યું કે વાઘાણીની માફી માટે આંદોલન કર્યું ન્હોતુ, આંદોલન તો ન્યાય મેળવવા માટે જ કર્યું હતું તો સમાધાન જ કરી લેવુ હતું તો આંદોલન શું કામ કર્યું, કેટલાંક યુવાનોએ લખ્યું સમાજને નેતાઓ સમાજનો ઉપયોગ કરી લીધો.

કેટલાકે લખ્યું કે વાઘાણી માફી માગે તો પણ ભાજપ અને વાઘાણીને મત મળશે નહીં. આમ આ સમાધાનને કારણે રાજપુત સમાજનો મોટો વર્ગ નારાજ છે. જેના કારણે આગામી દિવસમાં અન્ય કોઈ પ્રત્યાધાત પડે તો નવાઈ નહીં.

શનિવારે આનંદીબહેન પટેલ અને અમિત શાહની હાજરીમાં જીતુ વાઘાણીઓ રાજપુત આગેવાનોની માફી માગી દાનસંગ સામે થયેલા તમામ કેસ પાછા ખેંચી લેવાની ખાતરી આપી હતી, પણ રવિવારે ભાજપના મંત્રી જશા બારડે રાજકોટમાં કરેલી પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી હતી કે જીતુ વાઘાણીએ રાજપુત સમાજની માફી માગી જ નથી. બોલ્યા પછી ફરી જતા ભાવનગરમાં મોટી સંખ્યામાં રાજપુતો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. સમાધાનના મુદ્દે રાજપુતોનો મોટો વર્ગ પહેલાથી જ નારાજ હતો, તેમનો મત હતો કે જીતુ વાઘાણીને જ્યાં સુધી પ્રમુખમાંથી હટાવવામાં આવે નહીં અને ન્યાય મળે નહીં ત્યાં સુધી સમાધાન કરી શકાય નહીં પણ ભાજપના મંત્રી અને પ્રવકતાની સ્પષ્ટતા બાદ ફરી વાતાવરણ તંગ બન્યું છે જેના પ્રત્યાધાત પડે તેવી સંભાવના છે.