‘પાકિસ્તાન સરકાર પોતાની સૈન્યની કઠપૂતળી છે અને તે ત્યાંની તમામ સત્તા સૈન્યના હાથમાં છે’. ભારત હંમેશાં આવું કહેતું આવ્યું છે. વિશ્વ પણ લાંબા સમયથી આ અંગે જાગૃત છે. પરંતુ એક પાકિસ્તાની સરકાર છે જે હંમેશાં આ અંગે ઢાંક પીછોડા કરતી આવી છે. જો કે, પાકિસ્તાનના રેલ્વે મંત્રી શેખ રશીદ અહમદ ઇચ્છવા છતાં આ સત્યને છુપાવી શક્યા નથી. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની સામે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, તેમને પાકિસ્તાનની સેના દ્વારા ભારત સામેના ‘યુદ્ધ’ અંગે નિવેદન આપવા માટે જ નિમણૂક કરવામાં આવી છે.
પાકિસ્તાનમાં શીખોના ગઢ નાનક સાહેબમાં બોલતા રેલવે પ્રધાન શેખ રશીદે કહ્યું હતું કે ‘હું યુદ્ધ વિશે બોલું છું કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એજન્ડા પાકિસ્તાનનો નાશ કરવાનો છે. સેનાએ મને યુદ્ધની તૈયારીઓ પર બોલવા માટે જ અહીં મૂક્યો છે. હું જવાબદારીપૂર્વક કહી રહ્યો છું કે પાકિસ્તાન પાસે સ્માર્ટ બોમ્બ છે.
પાકિસ્તાનમાં સ્માર્ટ બોમ્બ છે
ઇમરાન ખાન સરકારના પ્રધાન રાશિદે કહ્યું કે, પાકિસ્તાનમાં 125 ગ્રામ અને 250 ગ્રામ વજનના નાના કદના અણુ બોમ્બ છે, જેનો ઉપયોગ ભારતને નિશાન બનાવવામાં કરી શકાય છે.
જે પાકિસ્તાન સૈન્ય વર્ષોથી ભારતને ધમકાવવા બોલી રહી છે. જ્યારે પણ પાકિસ્તાનની સરકાર ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધ બનાવવા માટે આગળ વધે છે ત્યારે તેને પાકિસ્તાન સૈન્યનો રોષ સહન કરવો પડે છે.
પાકિસ્તાનની સેનાએ 1958–1971, 1977–1988 અને 1999–2008 એમ ત્રણ તબક્કામાં સીધા જ પાકિસ્તાન પર શાસન કર્યું હતું. માહિતી અનુસાર, 72 વર્ષમાં, પાકિસ્તાની સેનાએ લગભગ 38 વર્ષો સુધી ત્યાં સંપૂર્ણ શાસન કર્યું છે. કાશ્મીરની નીતિ નિર્માણ પણ પાકિસ્તાની સૈન્યના હાથમાં છે.
ઓક્ટોબર કે નવેમ્બરમાં યુદ્ધ થશે
કાશ્મીર મુદ્દે પાકિસ્તાન આડે દિવસે યુદ્ધની ધમકી આપી રહ્યું છે. પાકિસ્તાનના રેલ્વે મંત્રી શેખ રશીદ અહેમદે એક ડગલું આગળ વધ્યા અને યુદ્ધનો સમય જાહેર કર્યો. શેખ રશીદની આગાહી મુજબ બંને દેશો વચ્ચે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં યુદ્ધ થશે. ઉલ્લેખનીય છે કે, આ તે જ રશીદ અહેમદ છે જેને તાજેતરમાં જ ભારત વિરુદ્ધ ખોટી રજૂઆત કરવા બદલ લંડનમાં તેમની ઉપર જૂતા અને ઇંડા વડે માર મારવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.