jamnagar News : રખડતા ઢોરનો ત્રાસ હજી પણ અટકયો નથી. હાઈકોર્ટની અનેક વખતની ટકોર અને ઝાટકણી છતા આ સમસ્યા ઠેરની ઠેર છે. જેમાં જામનગરમાં એક બાળકની ગાયે અડફેટે લેતા તે ગંભીરપણે ઘાયલ થઈ હતી.આ બનાવની વિગત મુજબ જામનગરમાં ઘરના ફળિયામાં રમી રહેલી બાળકીને રસ્તા પર રખડતી ગાયે અડફેટે લીધી હતી.
દરમિયાન એક મહિલા આ દ્રશ્ય જોઈને બાળકીને બચાવવા દોડી ગઈ હતી. મહિલાએ પોતાના જીવના જોખમે પણ આ બાળકીને બચાવીને મોતના મુખમાંતી ઉગારી લીધી હતી. જેમાં બાળકીનો જીવ માંડ માંડ બચ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.આમ રખડતા ઢોર મામલે રેઢિયાળ અને નફ્ફટ તંત્ર ક્યારે જાગશે તે સવાલ ઉભો થયો છે. અગાઉ રખડતા ઢોર મામલે હાઈકોર્ટે અનેક વખત તંત્રની ઝાટકણી કાઢી છે પરંતું હજી સુધી તેની કોઈ અસર થઈ હોય તેવું જણાતું નથી.
આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’
આ પણ વાંચો: ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ
આ પણ વાંચો: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, છ અધિકારી સસ્પેન્ડ
આ પણ વાંચો: TRP ગેમિંગ ઝોનમાં માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ