Rajkot Fire Tragedy/ રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, સાત અધિકારી સસ્પેન્ડ

સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગઇકાલે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સ્થળની મુલાકાત લઇને જાત નિરીક્ષણ કર્યું હતું, તથા આ અતિગંભીર ઘટના અંગે જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહીની  સુચનાઓ આપી હતી, જેને પગલે રાજ્ય સરકારે ૬ અધિકારીઓની તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાના આદેશો કર્યા છે.

Gujarat Top Stories Rajkot Trending Breaking News
Beginners guide to 82 1 રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, સાત અધિકારી સસ્પેન્ડ

Rajkot News:  સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગઇકાલે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સ્થળની મુલાકાત લઇને જાત નિરીક્ષણ કર્યું હતું, તથા આ અતિગંભીર ઘટના અંગે જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહીની  સુચનાઓ આપી હતી, જેને પગલે રાજ્ય સરકારે સાત અધિકારીઓની તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાના આદેશો કર્યા છે.

રાજકોટમાં TRP ગેમઝોન આગ દુર્ઘટના સંદર્ભે, આ ગેમઝોન જરૂરી મંજૂરીઓ વિના શરૂ કરવા દેવાની ગંભીર નિષ્કાળજી અને ફરજક્ષતિ અંગે રાજ્ય સરકારે પોલિસ, મહાનગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના છ અધિકારીઓની જવાબદારી નિયત કરીને તેમની સામે સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત હાઇકોર્ટમાં આ કેસની સુનાવણી પણ શરૂ થઈ ગઈ છે.

બે પીઆઈ, આર એન્ડ ડી વિભાગના ડેપ્યુટી એન્જિનીયર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ એન્જિનીયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગૃહવિભાગ અને મુખ્યમંત્રીની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે. વી.આર. પઢેરા અને એન.આઈ. રાઠોડ (પીઆઈ), ગૌતમ જોષી (આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, જયદીપ ચૌધરી (આસિસ્ટન્ટ ઇજનેર), એમ. આર. સુમા (આર એન્ડ બીના મદદનીશ),  પારસ કોઠિયા (આર એન્ડ બીના મદદનીશ)નો સમાવેશ થાય છે.

WhatsApp Image 2024 05 27 at 12.18.35 PM રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, સાત અધિકારી સસ્પેન્ડ

રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ ઘણા સળગતા સવાલ ઊઠ્યા છે. કોઈને પણ સવાલ થાય કે આવો ગેમિંગના નામે મોતનો ધંધો કરનાર કોણ છે. TRP ગેમ ઝોનનો મુખ્ય માલિક પ્રકાશ જૈન છે. જે મૂળ રાજસ્થાનનો વતની હોવાની માહિતી મળી છે. યુવરાજસિંહ TRP ગેમ ઝોનનો માલિક છે. તે એ એક લાખ રૂપિયા પગાર લે છે અને ધંધામાં 15 ટકા ભાગીદારી પણ ધરાવે છે. યુવરાજસિંહના પિતા હરીશસિંહ જૂનાં વાહનનોની લે-વેચનો ધંધો કરે છે.

રાહુલ રાઠોડ નામનો ભાગીદાર ગોંડલનો છે. રાહુલ રાઠોડ 2017માં IC(ઇન્સ્ટ્રુમેન્ટેન્શન એન્ડ કંટ્રોલ) એન્જિનિયર બન્યો છે. જે વેલ્ડિંગ તેમજ મેઇન્ટેનન્સનું કામ સંભાળતા હતો. અત્યાર સુધીમાં પ્રકાશ અને રાહુલ પોલીસને હાથ લાગ્યા નથી. યોગેશ પાઠક અને નીતિન જૈન TRP ગેમ ઝોનમાં મેનેજર તરીકે કામ કરતા હતા. પોલીસ રાહુલના ઘરે પણ પહોંચી હતી. પરંતુ તે ત્યાંથી ફરાર થઈ ગયો છે. આગ લાગ્યા બાદ મેનેજરે જ ફાયરબ્રિગેડને કોલ કર્યો હતો. રેક્સ્યૂ ઓપરેશન સમયે સાત કર્મચારીઓ ગુમ હતા જેમાંથી ત્રણ મળી ગયા.

ગેમ ઝોનમાં શનિવારે 33  નિર્દોષ લોકો મોતને ભેટ્યા એ જગ્યાએ થોડાં વર્ષો પહેલાં સુધી ખુલ્લો પ્લોટ હતો. આ જગ્યામાં ટૂંકાગાળામાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગેમ ઝોન બનવાનો ઘટનાક્રમ પણ ચોંકાવનારો છે. આ જમીનના મૂળ માલિક ગિરિરાજસિંહ જાડેજા છે. ગિરિરાજસિંહ જાડેજા જે.એસ.પાર્ટી લોનના માલિક હોવાની વાત પણ જાણવા મળી છે. ગિરિરાજસિંહ પાસેથી જ યુવરાજસિંહ સોલંકીએ ખુલ્લો પ્લોટ ભાડે લીધો હતો. ત્યાર બાદ જ ગેમ ઝોન બનાવવા માટેનો ખેલ શરૂ થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 99 રૂપિયામાં મોતની ‘એન્ટ્રી’, જીવનની ‘એક્ઝિટ’

આ પણ વાંચો: અમદાવાદના મોટાભાગના ગેમિંગ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ એક જ

આ પણ વાંચો: રાજકોટ દુર્ઘટના બાદ વિવિધ શહેરોમાં ફાયરબ્રિગેડ એક્શનમાં