Not Set/ ગુજરાતમાં બર્ડ ફ્લૂનો વધુ એક કેસ, જૂનાગઢ અને બાંટવાનાં બે પક્ષીઓના સેમ્પલમાં બર્ડફ્લુની પુષ્ટિ, સાત અભયારણ્યની મુલાકાત પર પ્રતિબંધ

આજે ગુજરાતમાં બર્ડ ફ્લુનો પ્રથમ કેસ નોંધાયો છે. થોડા દિવસ પહેલા બાંટવા-માણાવદરમાં કેટલાંક પક્ષીઓના શંકાસ્પદ મોત થયા બાદ સેમ્પલ ભોપાલ મોકલાયા હતા, જેનો રિપોર્ટ આજે આવ્યો છે

Top Stories Gujarat
1

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ
ગુજરાતમાં બર્ડ ફ્લૂનો વધુ એક કેસ
બર્ડ ફ્લૂની સંખ્યા બે પર પહોંચી
ગત પાંચ જાન્યુઆરીના રોજ બે ટિટોડીના થયા હતા મૃત્યુ
માણાવદરના બાંટવામાં થયા હતા મૃત્યુ
બંનેના નમૂનાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
ગત પાંચ જાન્યુઆરીના રોજ
લોકોએ ગભરાવાની જરૂર નથી- તંત્ર હાલ એલર્ટ પર

આજે ગુજરાતમાં બર્ડ ફ્લુનો પ્રથમ કેસ નોંધાયો છે. થોડા દિવસ પહેલા બાંટવા-માણાવદરમાં કેટલાંક પક્ષીઓના શંકાસ્પદ મોત થયાહતા. ગત પાંચ જાન્યુઆરીના રોજ બે ટિટોડીના મૃત્યુ થયા હતા. મૃત્યુબાદ સેમ્પલ ભોપાલ મોકલાયા હતા, જેનો રિપોર્ટ આજે આવ્યો છે. જેમાં બર્ડ ફલૂની પુષ્ટિ કરાઈ છે જેને પગલે તંત્ર એલર્ટ થયું છે.લોકોએ ગભરાવાની જરૂર નથી.કેટલાક રાજ્યોમાં ફેલાયેલા બર્ડ ફલૂને લઈ ગુજરાતના સાત અભયારણ્યમાં મુલાકાતીઓ માટે પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે.

Bird flu alert in Gujarat: More samples from birds sent for tests | India News,The Indian Express

India / ભારતની વેક્સિન સુરક્ષિત તેમજ સસ્તી, વડાપ્રધાન મોદીએ પાડોશી દ…

આ અંગે વિગતવાર જાણીએ તો હરિયાણાના પંચકુલા જિલ્લામાં મરઘાં ઉછેર કેન્દ્રમાંથી બર્ડ ફ્લૂના પોઝિટિવ નમૂના મળ્યા હતા, ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં પ્રવાસી પક્ષીઓ અને રાજસ્થાનના સવાઈ માઘોપુર, પાલી, જૈસલમેર અને માહોર જિલ્લાઓમાં કાગડાઓમાં પોઝિટિવ નમૂના મળવાની પુષ્ટિ થઈ ત્યારબાદ કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રાલયે પ્રભાવિત રાજ્યોને સૂચના આપી છે કે, તેઓ એવિયન ફ્લૂ બિમારીને રોકવા માટે કાર્ય યોજના અનુસાર કામ કરે. પ્રભાવિત રાજ્યોને આગ્રહ કરવામાં આવ્યો છે કે, તેઓ પક્ષીઓ વચ્ચે કોઈપણ અસાામન્ય મૃત્યુ દર પર નજર રાખે અને તરત જ તેની જાણકારી આપે જેથી આવશ્યકત ઉપાય ઝડપી કરી શકાય.

Gujarat health dept issues bird flu advisory, outbreak not reported in state yet | Cities News,The Indian Express

PM Modi / વેક્સિનેશન મુદ્દે સોમવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વડ…

જેને પગલે ગુજરાત સરકારે બર્ડ ફ્લૂના સંક્રમણને રોકવા સાત અભયારણોમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. આ અભયારણો મુલાકાતીઓ માટે બંધ રહેશે 1. ખીજડિયા,2. વઢવાણા વેટલેન્ડ,3. પોરબંદર,4. ઘુડખર,5. થોળ,6. નળ સરોવર અને 7. છારીઢંઢ જેથી ગુજરાતની જનતાને બર્ડફલુનાનો સામનો ન કરવો પડે.

ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો & અભ્યારણો || National Parks and Santuary in Gujarat - YouTube

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…