Rajkot Gaming Zone Tragedy/ TRP ગેમ ઝોનનો મુખ્ય માલિક છે રાજસ્થાનનો પ્રકાશ જૈન, યુવરાજ તો 15 ટકાનો જ હિસ્સેદાર

રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ ઘણા સળગતા સવાલ ઊઠ્યા છે. કોઈને પણ સવાલ થાય કે આવો ગેમિંગના નામે મોતનો ધંધો કરનાર કોણ છે. TRP ગેમ ઝોનનો મુખ્ય માલિક પ્રકાશ જૈન છે. જે મૂળ રાજસ્થાનનો વતની હોવાની માહિતી મળી છે.

Top Stories Gujarat Rajkot Trending Breaking News
Beginners guide to 78 1 TRP ગેમ ઝોનનો મુખ્ય માલિક છે રાજસ્થાનનો પ્રકાશ જૈન, યુવરાજ તો 15 ટકાનો જ હિસ્સેદાર

Rajkot News: રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ ઘણા સળગતા સવાલ ઊઠ્યા છે. કોઈને પણ સવાલ થાય કે આવો ગેમિંગના નામે મોતનો ધંધો કરનાર કોણ છે. TRP ગેમ ઝોનનો મુખ્ય માલિક પ્રકાશ જૈન છે. જે મૂળ રાજસ્થાનનો વતની હોવાની માહિતી મળી છે. યુવરાજસિંહ TRP ગેમ ઝોનનો માલિક છે. તે એ એક લાખ રૂપિયા પગાર લે છે અને ધંધામાં 15 ટકા ભાગીદારી પણ ધરાવે છે. યુવરાજસિંહના પિતા હરીશસિંહ જૂનાં વાહનનોની લે-વેચનો ધંધો કરે છે.

જ્યારે રાહુલ રાઠોડ નામનો ભાગીદાર ગોંડલનો છે. રાહુલ રાઠોડ 2017માં IC(ઇન્સ્ટ્રુમેન્ટેન્શન એન્ડ કંટ્રોલ) એન્જિનિયર બન્યો છે. જે વેલ્ડિંગ તેમજ મેઇન્ટેનન્સનું કામ સંભાળતા હતો. અત્યાર સુધીમાં પ્રકાશ અને રાહુલ પોલીસને હાથ લાગ્યા નથી. યોગેશ પાઠક અને નીતિન જૈન TRP ગેમ ઝોનમાં મેનેજર તરીકે કામ કરતા હતા.

વેલ્ડિંગ કરનારની બેદરકારીથી જ આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. પોલીસ રાહુલના ઘરે પણ પહોંચી હતી. પરંતુ તે ત્યાંથી ફરાર થઈ ગયો છે. આગ લાગ્યા બાદ મેનેજરે જ ફાયરબ્રિગેડને કોલ કર્યો હતો. રેક્સ્યૂ ઓપરેશન સમયે સાત કર્મચારીઓ ગુમ હતા જેમાંથી ત્રણ મળી ગયા.

જે ગેમ ઝોનમાં શનિવારે 28 નિર્દોષ લોકો મોતને ભેટ્યા એ જગ્યાએ થોડાં વર્ષો પહેલાં સુધી ખુલ્લો પ્લોટ હતો. આ જગ્યામાં ટૂંકાગાળામાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગેમ ઝોન બનવાનો ઘટનાક્રમ પણ ચોંકાવનારો છે. આ જમીનના મૂળ માલિક ગિરિરાજસિંહ જાડેજા છે. ગિરિરાજસિંહ જાડેજા જે.એસ.પાર્ટી લોનના માલિક હોવાની વાત પણ જાણવા મળી છે. ગિરિરાજસિંહ પાસેથી જ યુવરાજસિંહ સોલંકીએ ખુલ્લો પ્લોટ ભાડે લીધો હતો. ત્યાર બાદ જ ગેમ ઝોન બનાવવા માટેનો ખેલ શરૂ થયો હતો.

યુવરાજસિંહના ભાગીદારોની શોધમાં રાજકોટ ક્રાઇમ બ્રાંચ

TRP ગેમ ઝોનના માલિક કહો કે સંચાલક માત્ર યુવરાજસિંહ સોલંકી જ નથી. જાણકારોના મતે 10, 20, 30 પૈસાની ભાગીદારીમાં અન્ય કેટલાક લોકો પણ સામેલ છે. આ તમામ લોકોએ ભેગાં મળીને ખુલ્લા પ્લોટમાં કાચું સ્ટ્રક્ચર બનાવ્યું હતું, જેથી સરકારી મંજૂરીનો છેદ જ ઊડી ગયો. સમયાંતરે પાકું બાંધકામ કર્યું અને ભલભલાને આંજી નાખે એવો ગેમ ઝોન તૈયાર થઈ ગયો.

આમ તો TRP ગેમ ઝોન ઘણા સમયથી ચાલતું હતું. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકોટની મોજીલી પ્રજા માટે આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યું હતું. જેના બે કારણો છે. સોશિયલ મીડિયા પર TRP ગેમ ઝોનનો ભરપૂર પ્રચાર કરવામાં આવ્યો. બીજી તરફ મુંબઈ અને દિલ્હી જેવાં શહેરોમાં લહાવો મળે એવી ગેમ રાજકોટમાં ઉપલબ્ધ કરાવીને આકર્ષક સ્કીમના નામે ભીડ ભેગી કરવામાં તેના સંચાલકોને સફળતા મળી ગઈ.

ગેમ ઝોનથી જ પોલીસ યુવરાજસિંહને  લઈ ગઈ

શનિવારે સાંજે આગની દુર્ઘટનાએ ગંભીરરૂપ ધારણ કર્યું એ જ સમયે રાજકોટ ક્રાઇમબ્રાંચની ટીમ એક્ટિવ થઈ ગઈ હતી. પોલીસે TRP ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી તેમજ એક મેનેજરની ઘટનાસ્થળે જ ધરપકડ કરી લીધી હતી. આ સિવાય પણ ગેમ ઝોનમાં કામ કરતા કર્મચારીઓની પણ પોલીસે અટકાયત કરી છે.

પોલીસે આરોપી મેનેજરનો ફોન જપ્ત કરી લીધો છે અને ઉચ્ચ અધિકારીને મોકલ્યો હતો. જ્યારે મૂખ્ય આરોપી યુવરાજસિંહ પાસેથી પોલીસે પ્રાથમિક ધોરણે કેટલીક માહિતી એકત્ર કરી છે. જેમાં કેટલા લોકો મિસિંગ છે, સ્ટાફમાં કોણ-કોણ છે, કેટલા લોકોને એમાંથી તે ઓળખે છે વગેરે માહિતી લીધી હતી. સ્ટાફના કેટલાક લોકોના મોબાઇલ નંબર પર યુવરાજસિંહે પોલીસને આપ્યા હતા.

પોલીસે યુવરાજસિંહ સોલંકી પાસેથી ગેમ ઝોન માટે જરૂરી દસ્તાવેજો વિશે પણ માહિતી કઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત ગેમ ઝોનમાં કઈ સુવિધા છે એ વિશે પણ સવાલો કર્યા હતા. આરોપી યુવરાજસિંહે પોલીસ સમક્ષ પોતાના બચાવમાં કહ્યું છે કે બે-ત્રણ છોકરા દોડતા બહાર નીકળ્યા. ત્યારે મેં જોયું તો ધુમાડો હતો. ત્યારબાદ હું પણ દોડીને અગ્નિશામક સામગ્રી લઈને આગ ઓલવવામાં લાગી ગયો હતો. પાણીનો મારો પણ ચલાવ્યો હતો. પરંતુ જોતા-જોતામાં આગ એટલી વધી ગઈ કે બધું દેખાવાનું બંધ થઈ ગયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 99 રૂપિયામાં મોતની ‘એન્ટ્રી’, જીવનની ‘એક્ઝિટ’

આ પણ વાંચો: અમદાવાદના મોટાભાગના ગેમિંગ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ એક જ

આ પણ વાંચો: રાજકોટ દુર્ઘટના બાદ વિવિધ શહેરોમાં ફાયરબ્રિગેડ એક્શનમાં