Not Set/ ત્રણ રાજ્યોમાં ચૂંટણી પૂર્વે સટોડિયાઓ સક્રિય : જાણો સટ્ટાબજારના ટ્રેન્ડ વિષે

ત્રણ રાજ્યોમાં ચૂંટણીની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ સટોડિયાઓ પણ એક્ટિવ થઇ રહ્યા છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોની સરકાર બનશે એના પર બજારમાં સટ્ટો લાગવાનું શરુ થઇ ગયું છે. સટોડિયાઓનું માનવાનું  છે કે, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ ફરી જીતી શકે છે. વળી, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બની શકે છે. મહત્વનું છે કે, […]

Top Stories India
social media battle bjp congress ત્રણ રાજ્યોમાં ચૂંટણી પૂર્વે સટોડિયાઓ સક્રિય : જાણો સટ્ટાબજારના ટ્રેન્ડ વિષે

ત્રણ રાજ્યોમાં ચૂંટણીની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ સટોડિયાઓ પણ એક્ટિવ થઇ રહ્યા છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોની સરકાર બનશે એના પર બજારમાં સટ્ટો લાગવાનું શરુ થઇ ગયું છે. સટોડિયાઓનું માનવાનું  છે કે, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ ફરી જીતી શકે છે. વળી, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બની શકે છે.

મહત્વનું છે કે, હજુ પાર્ટીઓએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોનું ચયન કરવાનું શરુ કર્યું છે. બીજી બાજી સટ્ટાબાજી પણ સક્રિય છે. જો સટ્ટાબજારના ટ્રેન્ડની વાત કરીએ તો, એમપી અને છત્તીસગઢમાં ભાજપનો ભાવ સંકેત આપી રહ્યો છે કે તમામ મુશ્કેલીઓ બાદ પણ ફરી સત્તામાં આવી શકે છે.

newnote kfrD 621x414@LiveMint e1540629260727 ત્રણ રાજ્યોમાં ચૂંટણી પૂર્વે સટોડિયાઓ સક્રિય : જાણો સટ્ટાબજારના ટ્રેન્ડ વિષે

સટ્ટાબાજોના જણાવ્યા અનુસાર, જો કોઈ શખ્સ ભાજપ પર 10 હજાર રૂપિયા લગાવે છે, અને પાર્ટી ફરી સત્તામાં આવે છે તો એને 11 હજાર રૂપિયા મળશે. વળી, જો કોંગ્રેસ પર કોઈ શખ્સ 4400 રૂપિયા લગાવે છે, અને કોંગ્રેસ સત્તામાં આવે છે, તો એને 10 હજાર રૂપિયા મળશે.

એક બુકીએ જણાવ્યું કે, અમને આશા છે કે એમપીમાં ભાજપ ફરી સત્તામાં આવશે. જયારે કોંગ્રેસથી ઓછી આશા છે. છત્તીસગઢમાં ભાજપ જીત મેળવી શકે છે. જયારે રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તા મેળવી શકે છે.