પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર વન કહેવા પર કોંગ્રેસ પાર્ટી પીએમ મોદી પર હમલાવર બની ગઇ છે. હવે રાજીવ ગાંધીની દિકરી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ હવે PM મોદી વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. પ્રિયંકા ગાંધીએ હરિયાણાનાં અંબાલામાં રેલી દરમિયાન અપ્રત્યક્ષ રૂપથી PM મોદીની તુલના દુર્યોધન સાથે કરી દીધી છે. સાથે પ્રિયંકાએ કહ્યુ કે, તેમણે મારા શહીદ પિતાનું અપમાન કર્યુ છે, જે હુ સહન નહી કરુ.
પ્રિયંકા ગાંધી હરિયાણામાં કોંગ્રેસનાં પ્રચારને વધુ તેજી આપવા દિગ્ગજ નેતાઓ સહિત પહોચી ગઇ હતી. જ્યા તેણે PM મોદીનાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર આપેલા આપત્તિજનક નિવેદનને તુચ્છ રાજનીતિ બતાવતા કહ્યુ કે, મારા શહીદ પિતાનું અપમાન હુ ક્યારે સહન નહી કરુ. આપને જમાવી દઇએ કે, PM મોદીનાં આ નિવેદન બાદ તેમની ચારેબાજુથી ટીકા કરવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે, PM મોદીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર વન બતાવ્યા હતા. જેના જવાબમાં અપ્રત્યક્ષ રીતે પ્રિયંકા ગાંધી તેમની દુર્યોધન સાથ તુલના કરી હતી.
પ્રિયંકા ગાંધીએ કરી પીએમની દુર્યોધનથી તુલના
પ્રિયંકા ગાંધીએ જનસભાને સંબોધિત કરતા મહાભારતનાં એક પ્રસંગની ચર્ચા કરી. તેણે કહ્યુ કે, ઘમંડ તો દુર્યોધનનો પણ ટૂટી ગયો હતો, તો PM મોદી શું ચીજ છે. દેશએ ક્યારે અહંકારને ક્યારે પણ માફ કર્યો નથી. આ જ પ્રકારનો અહંકાર દુર્યોધનને પણ હતો, જ્યારે ભગવાન કૃષ્ણ ખુદ તેને સમજાવવા ગયા હતા ત્યારે તેણે ભગવાનને પણ બંદી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, PM મોદીએ આ પહેલા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર વન બતાવ્યા હતા. કોઇ તથ્ય ન હોવા છતા પણ PM મોદીએ તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. સુત્રોનાં જણાવ્યા મુજબ, ઘણા લોકોનુ કહેવુ છે કે, PM મોદી જે પણ નિવેદન આપે તે કોઇ તથ્યનાં આધારે આપે, કારણ કે તે દેશનાં પીએમ છે, તેમને કરોડો લોકો સાંભળે છે અને તે જે બોલે છે તેનુ લોકો અનુકરણ પણ કરતા હોય છે.