Not Set/ પ્રિયંકા ગાંધીને સોનભદ્ર જતા પોલીસે રોક્યા, વિરોધમાં રસ્તા વચ્ચે શરૂ કર્યુ ધરણા પ્રદર્શન

ઉત્તર પ્રદેશનાં સોનભદ્ર જિલ્લામાં 17 જુલીનાં રોજ જમીન વિવાદમાં ગોળીબારી થતા 10 લોકોનાં મોત નિપજ્યા હતા, જ્યારે 24થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ સમગ્ર ઘટનામાં માર્યા ગયા લોકોનાં પરિવારજનોને મળવા આજે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વારાણસી પહોચ્યા. જ્યા બીએચયૂનાં ટ્રોમા સેન્ટર હોસ્પિટલ જઇને તેમણે સોનભદ્ર હત્યાકાંડમાં ગંભીર રીતે ઘાયલ લોકોની ખબર પુછી હતી. જે […]

Top Stories India
pvg પ્રિયંકા ગાંધીને સોનભદ્ર જતા પોલીસે રોક્યા, વિરોધમાં રસ્તા વચ્ચે શરૂ કર્યુ ધરણા પ્રદર્શન

ઉત્તર પ્રદેશનાં સોનભદ્ર જિલ્લામાં 17 જુલીનાં રોજ જમીન વિવાદમાં ગોળીબારી થતા 10 લોકોનાં મોત નિપજ્યા હતા, જ્યારે 24થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ સમગ્ર ઘટનામાં માર્યા ગયા લોકોનાં પરિવારજનોને મળવા આજે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વારાણસી પહોચ્યા. જ્યા બીએચયૂનાં ટ્રોમા સેન્ટર હોસ્પિટલ જઇને તેમણે સોનભદ્ર હત્યાકાંડમાં ગંભીર રીતે ઘાયલ લોકોની ખબર પુછી હતી. જે પછી સોનભદ્ર જવા માટે તેમનો કાફલો રવાના થઇ ગયો પરંતુ મિર્જાપુર જિલ્લાનાં નારાયણપુરમાં કમિશ્નર મિર્જાપુરનાં નિર્દેશ પર પ્રિયંકા ગાંધીનાં કાફિલાને રોકવામાં આવ્યો. જ પછી તેઓ મિર્જાપુરનાં નારાયણપુર પોલી, ચોકીની સામે રસ્તા પર ધરણા પ્રદર્શન પર બેસી ગયા.

pvg4 પ્રિયંકા ગાંધીને સોનભદ્ર જતા પોલીસે રોક્યા, વિરોધમાં રસ્તા વચ્ચે શરૂ કર્યુ ધરણા પ્રદર્શન

ઉત્તર પ્રદેશનાં વારાણસી નજીકનાં સોનભદ્ર જિલ્લાનાં ઉભભા ગામમાં જમીન વિવાદમાં દસ લોકોની હત્યા કરી દેવામાં આવી હોવાનાં સમાચારથી સર્વત્ર હાહાકાર મચી જવા પામ્યો હતો.  ગામનાં સરપંચ અને ગામવાસીઓ વચ્ચે થયેલા જમીન વિવાદ ખૂની ખેલમાં પલટાતા એક જ પક્ષનાં  6 પુરુષ અને ત્રણ મહિલાઓને મોતને ઘાટ ઉતારી દેવામા આવ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલામાં માર્યા ગયા લોકોનાં પરિવારજનોને મળવા જઇ રહેલા પ્રિયંકા ગાંધીને રસ્તા વચ્ચે રોકી દેવામાં આવ્યા. જેના વિરોધમાં પ્રિયંકા ગાંધીએ ત્યા જ ધરણા પ્રદર્શન શરૂ કરી દીધુ છે.

pvg2 પ્રિયંકા ગાંધીને સોનભદ્ર જતા પોલીસે રોક્યા, વિરોધમાં રસ્તા વચ્ચે શરૂ કર્યુ ધરણા પ્રદર્શન

 

શું કહ્યુ પ્રિયંકા ગાંધીએ

સોનભદ્ર જઇ રહેલા પ્રિયંકા ગાંધીને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા બાદ તેમણે કહ્યુ કે, તે બસ સોનભદ્ર ફાયરિંગ મામલામાં પીડિતોનાં પરિવારજનોને મળવા માંગે છે. જણાવ્યુ કે, સાથે માત્ર 4 લોકો જ જઇ શકે છે. તેમ છતા પણ તંત્રએ તેમને ત્યા જવાથી રોકી દીધા. જેના પર પ્રિયંકા ગાંધીએ સવાલ કર્યો કે અમને જણાવવું જોઇએ કે અમને કેમ રોકવામાં આવ્યા છે? સાથે તેમણે કહ્યુ કે, અમે અહી શાંતિથી બેઠા રહીશું.

pvg5 પ્રિયંકા ગાંધીને સોનભદ્ર જતા પોલીસે રોક્યા, વિરોધમાં રસ્તા વચ્ચે શરૂ કર્યુ ધરણા પ્રદર્શન

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશનાં સોનભદ્ર જીલ્લાનાં ઉભભા ગામે ગુરુવારે સવારે, લોકો રોજિંદા કામમાં વ્યસ્ત હતા. ત્યારે જ અચાનક ગામમાં ટ્રોલી સાથે આશરે 30 ટ્રેક્ટર પહોંચી આવ્યા હતા. ટ્રેકટર મારફતે આવેલા આશરે 300 જટેલા લોકોમાં કોઈનાં હાથમાં લાકડીઓ તો કોઇનાં હાથમાં ડંડાઓ તો વળી કોઇનાં હાથમાં  તલવારો અને બંદૂકો હતી. ગામનાં લોકોએ વિચાર્યું કે ઘણા લોકો છે માટે કોઈ પ્રોગ્રામ માટે આવ્યા હશે.

land dipsute1 પ્રિયંકા ગાંધીને સોનભદ્ર જતા પોલીસે રોક્યા, વિરોધમાં રસ્તા વચ્ચે શરૂ કર્યુ ધરણા પ્રદર્શન

પરંતુ સશસ્ત્ર લોકો તરત જ ગામની વિવાદાસ્પદ 90-વિધા જમીન પર પહોંચી ગયા અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. તો આ બાજુ આ વાત વાયુવેગે ગામમાં પ્રસરી જતા, એજ ગામની બીજી પાર્ટી  જેની પાસે આ જમીનનો કબજો હતો, તે પણ ત્યાં પોતાનાં માણસો સાથે પહોંચ્યા હતા. અહીં પહેલા ચર્ચાઓ થઇ અને પછી વિવાદ થયો હતો અને વિવાદે અંતે લોહીયાળ રૂપ ઘારણ કરતા 10 લોકો માર્યા ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.