Not Set/ ભારત-ચીન તણાવ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા લેહ

ચીન સાથેનાં તણાવ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અચાનક લદ્દાખનાં લેહમાં પહોંચ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી અહી સૈનિકોને મળશે અને તેમને પ્રોત્સાહિત કરશે. 15 જૂનનાં રોજ પૂર્વી લદ્દાખની ગાલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની અથડામણ દરમિયાન કર્નલ સંતોષ બાબુ સહિત 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. ત્યારબાદથી બોર્ડર પર ભારે તણાવ ચાલી રહ્યો છે. બંને તરફથી […]

India
c67451aaa9ad8eb0489a41148a64a29c 1 ભારત-ચીન તણાવ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા લેહ

ચીન સાથેનાં તણાવ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અચાનક લદ્દાખનાં લેહમાં પહોંચ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી અહી સૈનિકોને મળશે અને તેમને પ્રોત્સાહિત કરશે. 15 જૂનનાં રોજ પૂર્વી લદ્દાખની ગાલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની અથડામણ દરમિયાન કર્નલ સંતોષ બાબુ સહિત 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. ત્યારબાદથી બોર્ડર પર ભારે તણાવ ચાલી રહ્યો છે. બંને તરફથી મોટી સંખ્યામાં સૈનિકો અને વિશાળ શસ્ત્રો તૈનાત કરાયા છે.

વડા પ્રધાન ગાલવાન ખીણમાં હિંસક અથડામણમાં ઘાયલ સૈનિકોને પણ મળી શકે છે. 15 જૂનનાં રોજ પૂર્વી લદ્દાખની ગાલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની અથડામણ દરમિયાન કર્નલ સંતોષ બાબુ સહિત 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. ત્યારબાદથી બોર્ડર પર ભારે તણાવ છે. બંને તરફથી મોટી સંખ્યામાં સૈનિકો અને વિશાળ શસ્ત્રો તૈનાત કરાયા છે. પીએમ મોદી સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બિપિન રાવત પણ છે. પીએમ મોદી સવારે 7 વાગ્યે લેહ પહોંચ્યા હતા અને ત્યારબાદ નિમુ હેલિકોપ્ટર દ્વારા એડવાન્સ પોસ્ટ પર સૈનિકોને મળી રહ્યા છે. પીએમ મોદી ગાલવાન ખીણમાં ઇજાગ્રસ્ત જવાનોને પણ મળશે.

અગાઉનાં અહેવાલો મુજબ શુક્રવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સીડીએસ બિપિન રાવત સાથે લેહ જશે અને 14 કોર્પ્સ અધિકારીઓ સાથે મુલાકાત કરશે. પરંતુ ગુરુવારે અચાનક સમાચાર આવ્યા હતા કે રાજનાથ સિંહની મુલાકાત મુલતવી રાખવામાં આવી છે, તેના કારણો અંગે અટકળો ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે પીએમ મોદીનાં રવાના થવાના નિર્ણયને કારણે રાજનાથ સિંહની મુલાકાત મુલતવી રાખવામાં આવી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.