Not Set/ વાંચો, તાજમહેલમાં ભીડને નિયંત્રણ રાખવા કેન્દ્ર સરકાર શું કરશે !

દુનિયાની સાતમી અજાયબી એટલે કે તાજમહેલ દુનિયાભરમાંથી આવતા લાખો લોકોથી ખદબદતો રહે છે. તાજમહેલમાં રોજના ૫૦,૦૦૦ પ્રવાસીઓ મુલાકાત લે છે અને શનિવારે અને રવિવારે તો દોઢ લાખ જેટલા લોકો આહિયા આવે છે. તાજમહેલને જોવા માટે રોજ આટલી બધા પ્રવાસીઓના ઘસારાને લીધે તાજમહેલને થતા નુકશાનને જોતા કેન્દ્રસરકારના સાસ્કૃતિક મંત્રાલયે તેની એન્ટ્રી ફીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે […]

India
TAJMAHAL વાંચો, તાજમહેલમાં ભીડને નિયંત્રણ રાખવા કેન્દ્ર સરકાર શું કરશે !

દુનિયાની સાતમી અજાયબી એટલે કે તાજમહેલ દુનિયાભરમાંથી આવતા લાખો લોકોથી ખદબદતો રહે છે.

તાજમહેલમાં રોજના ૫૦,૦૦૦ પ્રવાસીઓ મુલાકાત લે છે અને શનિવારે અને રવિવારે તો દોઢ લાખ જેટલા લોકો આહિયા આવે છે. તાજમહેલને જોવા માટે રોજ આટલી બધા પ્રવાસીઓના ઘસારાને લીધે તાજમહેલને થતા નુકશાનને જોતા કેન્દ્રસરકારના સાસ્કૃતિક મંત્રાલયે તેની એન્ટ્રી ફીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે .આ વધારો ૪૦ થી ૫૦ રૂપિયાનો હોઈ શકે છે. જેને લઈને ભારતના પ્રવાસીને તાજમહેલની ટિકિટ ૨૦૦ રૂપિયામાં પડશે જયારે વિદેશી પ્રવાસીને આ ટિકિટ ૧૨૫૦ રૂપિયામાં પડશે.

કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાન ડૉ.મહેશ શર્માએ જણાવ્યું હતું કે, આ ટિકિટમાં વધારો માત્ર ભીડ ઓછી કરવાનો જ છે. આમ કરવાથી ઓછી ભીડ વચ્ચે પ્રવાસી શાંતિથી તાજમહેલને નિહાળી શકશે.

મહત્વનું છે કે, આ યોજના ૧ એપ્રિલથી લાગુ પડશે.

થોડાક સમય બાદ આ યોજના કુતુબ મિનાર અને લાલ કિલ્લામાં પણ લાગુ પાડવામાં આવશે.

દિવસે-દિવસે વધતી જતી ભીડને લઈને તાજમહેલને જે નુકશાન થાય છે. તેને લઈને શર્માનું કહેવું છે, કે તાજમહેલને આપને આપણી આવનારી પેઢી માટે જાળવી રાખવાનો છે.

વધુમાં શર્માએ કહ્યું હતું કે, નેશનલ એન્વાયરન્મેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે થોડા દિવસ પહેલાં તાજમહાલના પ્લેટફોર્મ અને મકબરાના એરિયાને વજન સહન કરવાની ક્ષમતા અંગે એક અભ્યાસ કર્યો હતો તેમાં પરિણામ એ બહાર આવ્યું કે મકબરાની સુંદરતા અને ઇમારતને બચાવવા માટે આ વિસ્તારમાં ભીડ ઓછી કરવા માટે ચોક્કસથી પગલાં લેવા જોઇએ.

ફી વધારવાનો હેતુ સરકાર માટે આવકનો નહીં, પરંતુ ભીડને નિયંત્રણ કરવાનો છે. સરકારે એન્ટ્રી ફીના દરમાં એટલે જ વધારો કર્યો છે.

૧ એપ્રિલથી ચાલુ થનારી ટિકિટ બારકોડયુક્ત હશે, જે માત્ર ત્રણ કલાક માટે જ ઉપયોગમાં લઇ શકાશે. જો પ્રવાસીને વધુ સમય વિતાવવો હશે તો વધુ પૈસા ચુકવવા પડશે.

તમને જણાવી દઈએ કે, તાજમહેલના મકબરા સુધી પહોંચવા માટે રૂ.ર૦૦ની ટિકિટ લેવી પડશે.