Accident in RaeBareli : ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં બુધવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણથી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી. આ સાથે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, રાયબરેલીના Accident in RaeBareli ગુરબક્ષ ગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે સવારે ગાઢ ધુમ્મસને કારણે એક બેકાબૂ ડમ્પર ખાગિયાખેડા ગામ પાસે બેઠેલા લોકોને કચડી નાંખ્યા હતા બાદમાં નહેરમાં પડી ગયું હતું. આ કરૂણ અકસ્માતમાં ત્રણથી વધુ લોકોના મોત થયા હતા. અત્યાર સુધીમાં ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. બાકીની શોધખોળ ચાલુ છે.
પ્રાથમિક જાણકારીમાં Accident in RaeBareli કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો ગુમતી પાસે બેસીને ચા પી રહ્યા હતા. આ દરમિયાન બાંદા-બહરાઈચ હાઈવે પર બછરાવનથી લાલગંજ તરફ જઈ રહેલા એક ડમ્પરે લોકોને કચડી નાખ્યા હતા. આ પછી, પુલ તોડીને કેનાલમાં ખાબક્યો હતો. તમામ મૃતકો ખાગીયાખેડા ગામના રહેવાસી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મૃતકોમાં બદ્રીના પુત્ર લાલાઈ (65), સત્યનારાયણના પુત્ર લલ્લુ (50), છેડીલાલના પુત્ર રવિન્દ્ર (35)નો સમાવેશ થાય છે. આ સિવાય અશોક બાજપાઈ, રામપ્રકાશ, દીપેન્દ્ર અને સંતોષ ગંભીર રીતે ઘાયલ છે. તેમને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર જદુઆ ટપ્પામાં દાખલ કરવામાં આવ્યા હતા, અહીંથી ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. બે લોકોની હાલત અત્યંત ગંભીર બની છે
