કેબિનેટ બેઠક/ ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીના અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, બજેટ સત્ર માટે કરાશે ખાસ ચર્ચા

હાલ સરકાર વ્યાજખોરો અને ચાઇનીઝ દોરી મામલે એકશન મોડમાં જોવા મળી રહી છે. આજે મળનારી બેઠકમાં  કોરોના અને  વેક્સિન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

Top Stories
Cabinet meeting
  • ગાંધીનગરઃ આજે યોજાશે કેબિનેટની બેઠક
  • સીએમની અધ્યક્ષ સ્થાને મળશે કેબિનેટ
  • કેબિનેટ બેઠકમાં વિવિધ પ્રશ્ને કરાશે ચર્ચા
  • કોરોના અને રસીકરણ મુદ્દે કરાશે ચર્ચા
  • બજેટ સત્રની તૈયારીઓના સંદર્ભે થશે સમિક્ષા
  • G 20 બેઠકને લઇને કેબિનેટમાં થશે ચર્ચા
  • વ્યાજખોરો સામેની કાર્યવાહી મુદ્દે થશે ચર્ચા

Cabinet meeting:    ગુજરાતમાં ભાજપ ઐતિહાસિક જીત મેળવ્યા બાદ  પ્રજાલક્ષી કાર્યો કરવા માટે સરકરા સક્રીય થઇ ગઇ છે, હાલ રાજ્ય સરકરાના અનેક પ્રજાના પ્રશ્નોને લઇને અસરકારક ભૂમિકા ભજવતી જોવા મળી રહી છે. આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળવા જઇ રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળશે,આ બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી શકે છે. હાલ સરકાર વ્યાજખોરો અને ચાઇનીઝ દોરી મામલે એકશન મોડમાં જોવા મળી રહી છે. આજે મળનારી બેઠકમાં  કોરોના અને  વેક્સિન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનારી (Cabinet meeting) બેઠકમાં આવનાર  બજેટ સત્રની પણ વિશેષ ચર્ચા  કરશે, અને પ્રજાને લાભ થાય તેવો બજેટ રજૂ કરવા અંગે સમીક્ષા કરશે. આ ઉપરાંત જી-20 બેઠકને ધ્યાનમાં લઇને પણ ચર્ચા કરવામાં આવશે. રાજ્ય સરકાર હવે જનતાના કલ્યાણ થાય અને યોજનાઓનો લાભ મળી રહે તે અંગે પણ ખાસ ચર્ચા કરશે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે,હવે નાગરિકો મુખ્યમંત્રીને સીધી ફરિયાદ કરી શકશે, આ માટે મુખ્યમંત્રી કાર્યાલયે એક નંબર જાહેર કર્યો છે.  કોઇપણ ફરીયાદ હોય તો તમે સીધા મુખ્યમંત્રીને ફરીયાદ કરી શકો છો.દરેક નાગરિક મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા મારફતે જોડી શકે તે માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે જોડવા વોટ્સએપ નંબર 7030930344 જાહેર કરાયો છે. કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ વોટ્સએપ નંબર પર અરજી અને ફરિયાદ કરી શકાશે.

નિવેદન/RSSના વડા મોહન ભાગવતે કહ્યું ‘મુસ્લિમોને ડરવાની કોઇ જરૂર નથી,પરતું ખોટા નિવેદનથી બચવું પડશે’