Raid/ રાજકોટમાં આ સલૂનમાં જીએસટીના દરોડા, આટલા લાખની કર ચોરી પકડાઇ, સર્ચ ઓપરેશ ચાલુ

ગુજરાતમાં  સેન્ટ્રલ જીએસટી વિભાગે ધમધામટ બોલાવ્યો છે, સતત  કર ચોરી કરતા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Top Stories Gujarat
  GST raids in Rajkot
  • રાજકોટ બોનાન્ઝા બ્યુટી સલૂનમાં દરોડા
  • બોનાન્ઝાની 7 બ્રાન્ચ પર દરોડા
  • 43 લાખની ટેકસ ચોરી આવી સામે
  • હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ
  • વધુ કર ચોરી પણ આવી શકે છે સામે
  • સેન્ટ્રલ જીએસટીની પ્રીવેન્ટીવ દ્રારા દરોડા
  • રાજકોટમાં પ્રથમ વખત સલૂન પર દરોડા

  GST raids in Rajkot:    ગુજરાતમાં  સેન્ટ્રલ જીએસટી વિભાગે ધમધામટ બોલાવ્યો છે, સતત  કર ચોરી કરતા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના બોન્ઝા બ્યુટી સલૂનમાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. આ બ્રોન્ઝાની 7 બ્રાન્ચ પર દરોડા પાડવામાં આવ્યા છે. હાલ રાજકોટના વેપારીઓ ફફટાડ વ્યાપી ગયો છે. જીએસટીના કરચોરી કરતા વેપારીઓમાં ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટની બોનાન્ઝા બ્યુટી સલૂનમાં દરોડા પાડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 43 લાખ ચોરી સામે આવી છે. હાલ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ સર્ચ ઓપરેશમાં વધુ કર ચોરી સામે આવી શકે તેમ છે.

ઉલ્લેખનીય છે હાલ સેન્ટ્રલ જીએસટી પ્રીવેન્ટીવ (gst) દ્રારા રાજકોટમાં દરોડા પાડવામાં આવ્યા છે,. જીએસટી વિભાગની સમગ્ર ટીમ 7 બ્રાન્ચની તપાસ કરી રહી છે. અને જીએસટી અંગે બિલિંગ અંગે સતત તેમના એકાઉન્ટ અને ખાતાવહી તપાસી રહી છે જેમાં 43 લાખની કરચોરી અત્યાર સુધી સામે આવી છે અને હજુપણ વધુ કરચોરી નીકળશએ, આ બોનાન્ઝા સલૂનના માલિકની આ અંગે પુછપરછ કરવામાં આવી રહી છે. સર્ચ એપરેશન ચાલુ છે.

રાજકોટમાં (rajkot) પહેલીવાર સલૂન પર દરોડા પડયા છે, હવે આ સલૂનમાં પડતા હેવ નાના મોટા તમામ વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, જીએસટી કરચોરીના લીધે અવાર નવાર દરોડા પડી રહ્યા છે. સેન્ટ્રલ જીએસટીની પ્રીવેન્ટીવ ટીમે  સતત દરોડા પાડિને વેપારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે કરચોરી ચલાવી લેવામાં આવશે નહી. રાજકોટમાં દરોડા અવિરત રીતે પડી રહ્યા છે. કરચોરી કરતા વેપારીઓ પણ હાલ ડરી રહ્યા છે. વેપારીઓ બોગસ બિલિગ કરીને પૈસા કમાઇ રહ્યા છે જેના લીધે જીએસટીના દરોડા પડી રહ્યા છે.

Cold In Gujarat/ ગુજરાતમાં કાતિલ ઠંડી,હવામાન વિભાગે કરી આ આગાહી,આજે નલિયા બન્યું ઠંડુગાર

સુરત/સલૂન ધરાવતા વ્યક્તિએ ઈમાનદારીપૂર્વક કર્યું એવું કે, લોકો કરી રહ્યા છે વાહવાહી