સુરત/ સલૂન ધરાવતા વ્યક્તિએ ઈમાનદારીપૂર્વક કર્યું એવું કે, લોકો કરી રહ્યા છે વાહવાહી

સુરતમાં સલૂન ધરાવતા એક વ્યક્તિએ ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સવા લાખની આસપાસની રકમનું મંગલસૂત્ર મળ્યું હતુ. જે ઇમાનદારી પૂર્વ મંલળસૂત્રના માલિકને પરત કર્યું હતુ.

Gujarat Surat
સલૂન

સુરતમાં સલૂન ધરાવતા એક વ્યક્તિએ ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સવા લાખની આસપાસની રકમનું મંગલસૂત્ર મળ્યું હતુ. જે ઇમાનદારી પૂર્વ મંલળસૂત્રના માલિકને પરત કર્યું હતુ. અત્યારે કોઇ પાંચ રુપિયા પણ કોઇને પરત નથી કરતું ત્યારે સુરતના ભાર્ગવ ભાઇએ આટલુ કિંમતી મંગલસૂત્ર પરત કરીને ઇમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતુ…

સુરતમાં હેર સલૂન ધરાવતા એક વ્યક્તિએ ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભાર્ગવ નામના આ વ્યક્તિને રસ્તા પરથી એક મંગળસૂત્ર પરત મળ્યું હતું ત્યારે ભાર્ગવે પોલીસની હાજરીમાં મંગળસૂત્ર મૂળ માલિકને પરત આપ્યું હતું. તો પોલીસે પણ ભાર્ગવની ઈમાનદારીની હતી.

વર્તમાન સમયમાં ઈમાનદાર વ્યક્તિ ખૂબ ઓછા જોવા મળે છે. રસ્તા પર કોઈને પૈસા પાકીટ કે પછી અન્ય કીમતી વસ્તુ મળે તો ઘણા એવા ઓછા લોકો હોય છે કે જે પૈસા પાકીટ કે કીમતી વસ્તુ તેના મૂળ માલિક સુધી પહોંચાડતા હોય છે. ત્યારે આવો જ ઈમાનદારીનો કિસ્સો સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો છે. ધવલ લાલા નામના વ્યક્તિ પોતાની પત્નીનું હીરા જડિત મંગળસૂત્ર લઈને જતા હતા ત્યારે સિટીલાઈટ નજીક આ કિંમતી મંગળસૂત્ર ખોવાઈ ગયું હતું. મંગળસૂત્ર ખોવાયું હોવાના કારણે ધવલ લાલા ખૂબ જ ટેન્શનમાં હતા અને તેમને આ બાબતે ઉમરા પોલીસનો સંપર્ક કર્યો હતો.

ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી દ્વારા પણ ધવલ લાલાને મદદ કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ધવલ લાલાની સાથે સીટીલાઈટમાં આ ખોવાયેલું મંગળસૂત્ર શોધવા માટે ગયા હતા. ધવલ લાલાનું જે મંગળસૂત્ર ખોવાયું હતું તે હેર સલૂન ધરાવતા ભાર્ગવ નામના વ્યક્તિને મળ્યું હતું. જે કે પોલીસ ધવલ સાથે જ્યારે મંગળસૂત્ર શોધી રહી હતી ત્યારે આ બાબતે ભાર્ગવને જાણ થઈ હતી અને ભાર્ગવે ધવલ લાલાને આ મંગળસૂત્ર પરત કર્યું હતું અને જણાવ્યું હતું કે આ મંગળસૂત્ર જ્યારે મળ્યું ત્યારથી અમે આ મંગળસૂત્રના માલિકને શોધી રહ્યા છીએ. તો પોલીસ દ્વારા પણ મંગળસૂત્ર પરત કરનાર ભાર્ગવની પ્રશંસા કરી હતી.

ભાર્ગવને જ્યારે રસ્તા પરથી આ મંગળસૂત્ર મળી આવ્યું ત્યારે તેને દુકાનના ડેસ્ક પર આ મંગળસૂત્ર આપી દીધુ હતું અને ડેસ્ક પર બેસેલા વ્યક્તિને જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ આવે તો પ્રુફ આપે તો આ મંગળસૂત્ર પરત કરી દેવું અને જો કોઈ વ્યક્તિ મંગળસૂત્ર લેવા નહીં આવે તો રાત્રે પોલીસ સ્ટેશનમાં જઈને આ મંગળસૂત્ર જમા કરાવવું. ભાર્ગવની ઈમાનદારીના કારણે ધવલ લાલા ને જે મંગળસૂત્ર ખોવાયું હતું તે પરત મળ્યું અને ઉમરા પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં જ ભાર્ગવે ધવલ લાલા ને આ મંગળસૂત્ર પરત આપી ઈમાનદારીનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ પણ વાંચો:કેન્દ્રના નિર્દેશના પગલે ગુજરાતની વિવિધ સરકારી હોસ્પિટલોમાં મોકડ્રિલનું આયોજન

આ પણ વાંચો:રાજસ્થાન પેપર લીક મામલામાં બહાર આવ્યું ગુજરાત કનેકશન

આ પણ વાંચો:જાણીતા લોકગાયક દેવાયત ખવડ સામે ગાળિયો કસાયો,પોલીસે મજબૂત રીતે કસ્યો સંકજો