Paper leak: રાજસ્થાન પેપરલીક કૌભાંડમાં ગુજરાત કનેકશન બહાર આવ્યું છે. રાજસ્થાનમાં ઉદેપુર પેપર લીક (Paper leak)કાંડમાં વપરાયેલી કાર બનાસકાંઠાની આરટીઓમાં રજિસ્ટર છે. બનાસકાંઠા આરટીઓમાં આ કાર ડીસાના કંસારા ગામના સરનામે GJ 08 CC 2902 નંબરના નામે રજિસ્ટર છે.
ગણપતલાલ ભગીરથરામ બિશ્નોઈ (Ganpatlal Bhagirathram Bishnoi) આ કારના માલિક છે. આના પગલે ગુજરાત સરકાર પણ હરકતમાં આવી શકે છે અને કારના માલિકની અને તેના કનેકશનોને તપાસ કરી શકે છે. રાજસ્થાન પોલીસ પણ આ મામલાને લઈને ગુજરાત આવે અથવા ગુજરાત પોલીસનો કે આરટીઓનો સંપર્ક કરે તેમ માનવામાં આવે છે.
ગુજરાત પાસિંગની કારમાં સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ સુરેશ બિશ્નોઈ (Suresh Bishnoi) આ કારમાં બેસીને જ સમગ્ર કૌભાંડનું સંચાલન કરી રહ્યો હોવાનું મનાય છે. આ ઉપરાંત આ કાર જે બસને એસ્કોર્ટ કરીને ચાલી રહી હતી તે બસ પણ ગુજરાત પાસિંગની હોય તે સંભાવના નકારી શકાતી નથી.
ઉલ્લેખનીય છે કે RPSCની બીજા ધોરણની શિક્ષક ભરતી પરીક્ષાનો પેપર લીક એપિસોડ રાજસ્થાનમાં હેડલાઇન્સમાં છે. પેપર લીક મામલે ગેહલોત સરકાર ઘેરાયેલી છે. ઉમેદવારો રસ્તા પર ઉતરી આવ્યા છે. જ્યારે વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. આ બધાની વચ્ચે પેપર લીકના માસ્ટરમાઇન્ડ સુરેશ ઢાકાની અનેક નેતાઓ સાથેની તસવીરો વાયરલ થઈ રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુરેશ ઢાકા જયપુરમાં કોચિંગ ચલાવે છે. તેણે તેના સાળા સુરેશ બિશ્નોઈ મારફતે ઉમેદવારોને પ્રશ્નપત્ર મોકલ્યું હતું. સુરેશ બિશ્નોઈની પોલીસે ધરપકડ કરી લીધી છે પરંતુ હાલ તે ઢાકા પોલીસની પકડમાંથી બહાર છે.
પેપર લીકના મુખ્ય સૂત્રધાર સુરેશ ઢાકાના ફોટા રાજસ્થાનમાં જ નહીં પરંતુ દેશના અનેક નેતાઓ સાથે વાયરલ થઈ રહ્યા છે. તે નકલી રીતે સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારીને બેરોજગાર યુવાનોને પોતાની ચુંગાલમાં ફસાવતો હતો.
વાયરલ ફોટો પરથી જાણવા મળી રહ્યું છે કે સુરેશ ઢાકાની રાજકીય પહોંચ મજબૂત છે. તેઓ ઘણા નેતાઓ અને મંત્રીઓની નજીક છે. તેમણે મંત્રીઓ સાથે ડિનર કરતી વખતેના ફોટા અપલોડ કર્યા છે. આ સાથે સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે.
પેપર લીક ગેંગનો મુખ્ય સૂત્રધાર સુરેશ ઢાકા જાલોરના સાંચોરથી 20 કિમી દૂર અચલપુર ગામનો રહેવાસી છે. તેના પિતા સરપંચ છે. સુરેશ ગુનાહિત રેકોર્ડ ધરાવે છે. મની લોન્ડરિંગ અને પેપર લીક કેસમાં બીજી વખત તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. એવું પણ સામે આવ્યું છે કે તે અનેક મંત્રીઓના ટ્વિટર અને ફેસબુક પેજ હેન્ડલ કરે છે.
નવાઈની વાત એ છે કે સુરેશ ઢાકાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ વેરિફાઈડ છે. તેની સોશિયલ મીડિયા પ્રોફાઈલ જોઈને લાગે છે કે તે લક્ઝરી લાઈફ જીવવાનો શોખીન છે. તેના ફોટામાં મોંઘી ઘડિયાળો, બ્રાન્ડેડ શૂઝ, કપડાં, કાર અને લેપટોપ જોવા મળે છે. હાલમાં સુરેશ ઢાકા અંડરગ્રાઉન્ડ છે પરંતુ તેની ધરપકડથી ઘણા રહસ્યો ખુલી શકે છે. શું આ પેપર લીકમાં કોઈ રાજકારણીઓ સામેલ છે? શું તેને રાજકીય સમર્થન છે?
આ પણ વાંચો
Surat triple murder/સુરત ત્રિપલ મર્ડર કેસની તપાસ SITને સોંપાઇ, પોલીસે વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું
જુનાગઢ/કેશોદ સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં સાયલન્ટ ઝોન અને નોન હોકીગ ઝોન જાહેર કરવા માંગ
