જુનાગઢ જિલ્લામાં કેશોદ સિવિલ હોસ્પિટલનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ હોસ્પિટની આસપાસ શાકભાજીના ફેરિયાઓ અને પથારાવાળા બુમાબુમ કરતા ધ્વનિ પ્રદૂષણનાં કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને મુશ્કેલીઓ પડી રહી છે..ત્યારે કેશોદ હિતરક્ષક સમિતિનાં કન્વીનર રાજુ પંડ્યા દ્વારા લેખતમાં આરોગ્ય વિભાગ અને વહીવટી વિભાગને રજુઆત કરી છે કે, હોસ્પિટલની આસપાસના વિસ્તારને સાયલન્ટ ઝોન અને નોન હોકીગ ઝોન જાહેર કરવામાં આવે. જેથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને મુશ્કેલીનો સામનો ના કરવો પડે.
કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ નું નવનિર્માણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યાં બાદ પંચોતેર બેડની અદ્યતન સુવિધા સભર સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ કાર્યરત થયેલ છે ત્યારે આસપાસના વિસ્તારમાં શાકભાજીના ફેરિયાઓ અને પથારાવાળા બુમાબુમ કરતા હોય દાખલ થયેલાં દર્દીઓ અને સાથે આવેલાં ધ્વનિ પ્રદૂષણ નાં કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલના દરવાજા પાસે અને ફેન્સીગ વાળી દિવાલ નજીક શાકભાજીના ફેરિયાઓ અને પથારાવાળા ને કારણે એમ્બ્યુલન્સ સહિત વાહનો આવવા જવા માં તકલીફ પડી રહી છે. કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ આસપાસના વિસ્તારમાં શાકભાજીના ફેરિયાઓ અને પથારાવાળા શાકભાજી નો કચરો અને બગડી ગયેલી વસ્તુઓ ફેંકતા હોવાથી આખલાઓ અને નધણીયાતા રખડતાં ભટકતાં ઢોરનો અડ્ડો બની ગયો છે જેનાં કારણે આકસ્મિક ઘટનાઓ બની રહી છે. કેશોદના સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ આસપાસના વિસ્તારમાં છાશવારે અપહરણ, ચીલઝડપ, વાહનચોરી ઉપરાંત જાહેરમાં મારામારી ની ઘટનાઓ નો સીલસીલો રોજીંદા બની રહ્યાં છે.
કેશોદ હિતરક્ષક સમિતિ નાં કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા આરોગ્ય વિભાગ અને વહીવટી વિભાગ ને લેખિતમાં રજૂઆત કરી નોન હોકીગ ઝોન અને સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવે એવી માંગ કરી છે. કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા લેખિતમાં લોકહિત માં રજુઆત કરી છે ત્યારે જવાબદાર તંત્ર અને પદાધિકારીઓ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.
આ પણ વાંચો:સત્યેન્દ્ર જૈનને જેલમાં આપવામાં આવતી સુવિધાઓમાં ઘટાડો, 15 દિવસ સુધી કોઈને નહીં મળી શકશે
આ પણ વાંચો: તુનિષા શર્માના મોત પર પોલીસનું નિવેદન, કહ્યું- લવ જેહાદનો કોઈ એંગલ નથી
આ પણ વાંચો: રસ્તો ક્રોસ કરી રહ્યો હતો દીપડો, ટ્રકની ચપેટમાં આવતા થયું મોત
