Rajkot News/ મારઝૂડનો વીડિયો વાયરલ, પત્નીએ પતિ અને ટ્યુશન શિક્ષિકા સાથેના અફેરનો કર્યો દાવો

Rajkot Domestic Violence : રાજકોટમાં વાયરલ થયેલા CCTV વીડિયો બાદ એક મહિલાએ પોતાના પતિ પર મારઝૂડ અને દીકરીની ટ્યુશન શિક્ષિકા સાથે અફેર હોવાના આક્ષેપ લગાવ્યા છે. સમગ્ર મામલો વાંચો

Gujarat Trending
Rajkot Domestic Violence: પતિ પર મારઝૂડ અને અફેરનો દાવો

Rajkot News: રાજકોટ શહેરમાં પતિ-પત્ની વચ્ચેના વિવાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં એક મહિલા સાથે મારઝૂડ ( Rajkot Domestic Violence) થતી હોવાનું જોવા મળે છે. વીડિયો સામે આવ્યા બાદ મહિલા મીડિયાની સામે આવી અને પતિ સામે ગંભીર આક્ષેપો કરતાં ન્યાયની માંગ કરી છે.

Rajkot Domestic Violence: પતિના અફેરનો લગાવ્યો આરોપ

પરિણીતાનો આરોપ છે કે તેમના પતિનું તેમની દીકરીને ભણાવતી ટ્યુશન શિક્ષિકા સાથે અફેર છે. તેમના જણાવ્યા મુજબ, આ સંબંધનો વિરોધ કરતા પતિએ તેમની સાથે મારપીટ(Rajkot Husband Wife Dispute) કરી હતી. મહિલાનું કહેવું છે કે અગાઉ પણ આ મુદ્દે વિવાદ થયો હતો અને સમાધાન કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ બંને વચ્ચે સંપર્ક ચાલુ રહ્યો હતો.

કારખાનામાં મારઝૂડનો આક્ષેપ

મહિલાના જણાવ્યા અનુસાર, તાજેતરમાં 80 ફૂટ રોડ નજીક આવેલા એક કારખાનામાં પતિએ તેમની સાથે મારઝૂડ કરી હતી. આ ઘટનાનો CCTV વીડિયો સોશિયલ (CCTV Viral Case) મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.

વીડિયો ડિલીટ કરવા ધમકીનો દાવો

પરિણીતાએ દાવો કર્યો છે કે વીડિયો વાયરલ થયા બાદ પતિ તરફથી વીડિયો ડિલીટ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમનું કહેવું છે કે વીડિયો ન હટાવવામાં આવે તો તેમની સામે કાર્યવાહી કરાવી જેલમાં મોકલવાની ધમકી આપવામાં આવી રહી છે.

અગાઉ પણ થયો હતો વિવાદ

મહિલાના જણાવ્યા મુજબ, લગભગ ચાર વર્ષ પહેલાં દીકરીને ભણાવવા આવતી શિક્ષિકા અને તેમના પતિ વચ્ચેના સંબંધ અંગે તેમને શંકા ગઈ હતી. ત્યારબાદ તેમણે મહિલા પોલીસ સમક્ષ અરજી પણ કરી હતી. તે સમયે સમાધાન થતાં મામલો થાળે પડ્યો હતો, પરંતુ બાદમાં ફરી વિવાદ ઉભો થયો હોવાનું તેઓ કહી રહ્યા છે.

પરિવારનો સહકાર ન મળ્યાનો આક્ષેપ

પરિણીતાએ જણાવ્યું કે તેમના પિતાનું થોડા સમય પહેલાં અવસાન થયું છે અને પરિવાર તરફથી પણ પૂરતો સહયોગ મળતો નથી. તેમના જણાવ્યા મુજબ, સાસરિયાં પણ પતિનો પક્ષ લઈ રહ્યા છે, જેના કારણે તેઓ એકલા પડ્યાની લાગણી અનુભવી રહ્યા છે.મહિલાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હોવા છતાં હાલ સુધી આ મામલે નવી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને મહિલાના આક્ષેપોને લઈને સમગ્ર ઘટનાની ચર્ચા ચાલી રહી છે. આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ અથવા પોલીસ તપાસ અંગે વધુ માહિતીની રાહ જોવામાં આવી રહી છે.


આ પણ વાંચો: જૂનાગઢ GIDC-2માં બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ ફરી વિવાદમાં, પ્રદૂષણના આક્ષેપોથી ઉદ્યોગકારોમાં રોષ

આ પણ વાંચો: સુરતમાં જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી, મેડિકલ સ્ટોરના 75 વર્ષીય માલિકનું મોત

આ પણ વાંચો: અમદાવાદમાં ચીમનલાલ પટેલ બ્રિજના ફૂટપાથમાં તિરાડો, ધોળકામાં 2 મહિના જૂનું નાળું તૂટ્યું; ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઉઠ્યા સવાલ