Ahmedabad News/ અમદાવાદ એરપોર્ટ પર રૂ. 35 લાખથી વધુના સોનાની દાણચોરીનો પર્દાફાશ

તાજેતરના સમયમાં એરપોર્ટ પર સોનાની દાણચોરી (Gold Smuggling)ના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે તપાસ એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દ્વારા આવતા મુસાફરો પર વધુ કડક નજર રાખી છે.

Gujarat Ahmedabad
અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરી (Gold Smuggling)નો વધુ એક મોટો પ્રયાસ નિષ્ફળ ગયો છે.

Ahmedabad News : અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરી (Gold Smuggling)નો વધુ એક મોટો પ્રયાસ નિષ્ફળ ગયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને કસ્ટમ્સ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં દુબઈથી અમદાવાદ આવેલી એક મહિલા મુસાફરને ઝડપી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન તેના શરીરમાં ખાસ રીતે છુપાવી લાવવામાં આવેલી ગોલ્ડ પેસ્ટ મળી આવી હતી.

અધિકારીઓએ મહિલા મુસાફરની વિગતવાર તપાસ કરતા શરીરમાં છુપાવવામાં આવેલી ગોલ્ડ પેસ્ટ બહાર કાઢી હતી. તપાસ બાદ અંદાજે રૂ. 35 લાખથી વધુ કિંમતનું સોનુ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ સોનુ ગેરકાયદેસર રીતે દેશમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DRI અને કસ્ટમ્સ વિભાગે કસ્ટમ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અધિકારીઓ હવે આ દાણચોરી પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં અને અન્ય લોકોની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ આગળ ધપાવી રહ્યા છે.

તાજેતરના સમયમાં એરપોર્ટ પર સોનાની દાણચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે તપાસ એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દ્વારા આવતા મુસાફરો પર વધુ કડક નજર રાખી છે.


આ પણ વાંચો : સોપારી દાણચોરી કેસમાં EDની મોટી કાર્યવાહી, 20 સ્થળોએ દરોડા

આ પણ વાંચો : રાજકોટ એરપોર્ટ પર 1.72 કરોડના વિદેશી સોનાની દાણચોરીનો પર્દાફાશ, DRIએ મુસાફરની કરી ધરપકડ

આ પણ વાંચો : અમદાવાદના SVPI એરપોર્ટ પર સોનાની દાણચોરી પકડાઈ, મહિલા મુસાફર પાસેથી 553 ગ્રામ ગોલ્ડ જપ્ત