નવી દિલ્હી,
ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં પુણેના ભીમા કોરેગાવમાં થયેલી હિંસા મામલામાં કરવામાં આવેલી ૫ સામાજિક કાર્યકર્તાઓની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાનો ચુકાદો આપવામાં આવ્યો છે.
Supreme Court says the activists arrested in #BhimaKoregaon case can move trial court for relief
— ANI (@ANI) September 28, 2018
દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આ કેસ મામલે પોતાની દખલ કરવા અંગે ઇનકાર કરી દીધો છે અને સાથે સાથે પોલીસને પોતાની તપાસ આગળ વધારવા માટે પણ કહેવામાં આવ્યું છે.
Supreme Court refuses to interfere in the arrest of five activists Varavara Rao, Arun Ferreira, Vernon Gonsalves, Sudha Bharadwaj and Gautam Navlakha in Bhima-Koregaon case. pic.twitter.com/2vOlPGWba3
— ANI (@ANI) September 28, 2018
આ ઉપરાંત કોર્ટ દ્વારા SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)એ કરેલી માંગને ફગાવી દીધી છે અને આ સામાજિક કાર્યકર્તાઓની અટકાયતને ૪ સપ્તાહ વધુ આગળ ધપાવી છે.
Supreme Court extends house arrest for four weeks of five activists Varavara Rao, Arun Ferreira, Vernon Gonsalves, Sudha Bharadwaj and Gautam Navlakha in Bhima-Koregaon case. SC refuses to constitute SIT & asks Pune police to go ahead with the probe https://t.co/mnH3wryQNZ
— ANI (@ANI) September 28, 2018
આ પહેલા આ ૫ સામાજિક કાર્યકર્તાઓની તરત જ છુટકારા તેમજ SITની તપાસની માંગને લઇ એક પીટીશન દાખલ કરવામાં આવી હતી.
ભીમા કોરેગાવ કેસ અંગે પોતાનો નિર્ણય સંભળાવતા જસ્ટિસ એ એમ ખાનવિલકરે જણાવ્યું, “આરોપીઓ એ નક્કી કરી શકતા નથી કે, કઈ એજન્સી આ કેસની તપાસ કરશે ?.
જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે SITના ગઠન અંગે દર્શાવી સહમતી
બીજી બાજુ ત્રણ જ્જોમાંથી બે જજે આ મામલે પોતાની દખલ કરવાનો ઇનકાર કરી દીધો છે, સાથે સાથે તેઓએ તપાસ માટે SITના ગઠન કરવાની માંગને પણ ફગાવી દીધી છે. જયારે જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે આ મામલે SITના ગઠન અંગે પોતાની સહમતી દર્શાવી છે.

મહત્વનું છે કે, ગત ૨૦ સપ્ટેમ્બરના રોજ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણ હેઠળની ત્રણ જજોની ખંડપીઠે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.
જાન્યુઆરી મહિનામાં કરાઈ હતી ૫ સામાજિક કાર્યકર્તાઓની ધરપકડ

ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં પુણેના ભીમા કોરેગાવમાં થયેલી હિંસા મામલે દેશભરમાં ઘણી જગ્યાએ છાપેમારી કરવામાં આવી હતી અને ૫ સામાજિક કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ ૫ સામાજિક કાર્યકર્તાઓમાં વરવરા રાવ, સુધા ભારદ્વાજ, ગૌતમ નવલખા, અરુણ ફરેરા અને બર્નન ગોનસાલવિસનો સમાવેશ થાય છે અને તેઓ ૨૯ ઓગષ્ટથી પોત પોતાના ઘરોમાં નજરબંધ છે.
