newborn baby death/ ભાવનગરમાં તબીબની બેદરકારીથી નવજાત બાળકનું મોત થયાનો પરિવારનો આક્ષેપ

ડોક્ટર આ મામલે પોતે નિર્દોષ હોવાનું જણાવે છે. બાળકના મૃત્યુના કારણ આપતા ડોક્ટર કહે છે કે પ્રસુતાના પરિવારજનોએ પ્રસૂતિ બાદ તબીબ સેવામાં વિલંબ કર્યો.

Top Stories Others

ભાવનગરમાં એક તબીબની બેદરકારી બાળક માટે જીવલેણ બની. મોટ ખૂટવડા ખાતે નવજાત શિશુનું મોત થયું. પરિવારજનો તબીબની બેદરકારીના કારણે નવજાત શિશુનું મોત થયું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મહિલાને પ્રસુતિ માટે ખસેડાઇ હતી. પરંતુ મહિલાના નવજાત બાળકનું મોત થયું અને તેની પાછળ ડોક્ટરની બેદરકારી હોવાનું મનાઈ રહ્યું છે.

મહુવા તાલુકામાં સુમૈયાબેન મજીદભાઈ બેલીમ નામની મહિલાના નવજાત બાળકનું મૃત્યુ થયું. સુમૈયા બેન નામની મહિલાને પ્રસૂતિ અર્થે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવી હતી. જ્યાં પ્રસૂતિ બાદ નવજાત બાળકનું મૃત્યુ થયું. બાળકનું મોત નિપજવા પાછળ પરિવાર ડોક્ટર પર બેદરકારીના ગંભીર આરોપ લગાવી રહ્યા છે. જ્યારે ડોક્ટર આ મામલે પોતે નિર્દોષ હોવાનું જણાવે છે. બાળકના મૃત્યુના કારણ આપતા ડોક્ટર કહે છે કે પ્રસુતાના પરિવારજનોએ પ્રસૂતિ બાદ તબીબ સેવામાં વિલંબ કર્યો. તેમજ 108 મોડી આવતા પ્રસૂતાને હોસ્પિટલ લાવવામાં વિલંબ થતા નવજાત શિશુનું મૃત્યુ થયું. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતિ કરવા લાવવમાં આવેલ મહિલા સુમૈયાન બેન મજીદ બેલીમ મહુવા તાલુકાના ઉગલવાણ ગામના રહેવાસી છે.

અગાઉ વલસાડની એક હોસ્પિટલમાં પણ ડોક્ટરની બેદરકારીના કારણે પ્રસૂતા અને ગર્ભમાં રહેલ બાળકનું મોત નિપજયું હતું. વલસાડના છરવાડાના નીલાબેન પટેલને પ્રસૂતિ માટે વલસાડની જ સર્જીકેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દરમ્યાન તબિયત બગડતા પ્રસૂતાને અન્ય હોસ્પિટલમાં લઈ જવાયા. આ હોસ્પિટલ 100 મીટર દૂર હતી જ્યાં રસ્તામાં આવતા ખાડા અને આંચકાના કારણે પ્રસૂતાની તબિયત વધુ બગડી નજીકના ડોક્ટર હાઉસમાં દાખલ કરાઈ. જ્યાં નવજાત બાળકને જન્મ આપ્યો. ત્યારબાદ મહિલાની તબિયત વઘુ બગડતા સુરતની હોસ્પિટલ ખસેડવામાં આવી. ત્યાં સુરતમાં પ્રસૂતાના મૃત્યુ થતા પરિવારે ડોક્ટર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી.