PM ને સામે ઉમેદવારી રદ્દ થયા બાદ તેજ બહાદુરનો એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે. જ્યા તે કહેતા નજરે ચઢી રહ્યા છે કે, જો તેને 50 કરોડ રૂપિયા આપવામાં આવે તો તે પીએમ નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે તૈયાર છે. તેજ બહાદુરનો આ વીડિયો સોશિયલ મીડિયા ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જો કે આ વીડિયોમાં કેટલી સચ્ચાઇ છે તે હજુ સામે આવ્યુ નથી.
https://twitter.com/Shehzad_Ind/status/1125362023875764226
લોકસભા ચુંટણીમાં પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ગઢબંધનનાં ટિકીટથી વારાણસીથી પડકાર આપવાની તૈયારીમાં લાગેલા તેજ બહાદુરનો નવો કારનામો સામે આવ્યો છે. ટેકનિકલ ખામીનાં કારણે પીએમ મોદીની સામે સપાનાં ઉમેદવાર બનતા રહી ગયેલા અને BSFથી નિકાળવામાં આવેલા તેજ બહાદુર યાદવનો એક વીડિયો હાલમાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેજ બહાદુર તેના સાથીયોની સાથે દારૂ પૂતો નજરે ચઢે છે. અન્ય એક વીડિયોમાં તેજ બહાદુર તથા તેના સાથી 50 કરોડ રૂપિયા મળવાની સાથે પીએમ નરેન્દ્ર મોદીની 72 કલાકમાં હત્યા કરવાની વાત કરી રહ્યા છે.
GVL Narasimha Rao, BJP: Stunned by statements of SP candidate,Tej Bahadur Yadav.He was drafted by SP from Varanasi,his candidature has been nullified for various reasons.We can see on TV how he's telling a group that he's willing to hatch a plot to assassinate PM Modi for Rs50 cr pic.twitter.com/kmVEMg9HPd
— ANI (@ANI) May 6, 2019
તેજ બહાદુરનો આ વીડિયો સામે આવ્યા બાદ તેમા કેટલી સચ્ચાઇ છે તે હજુ જોવાનું રહેશે. પરંતુ હાલમાં આ વીડિયો પર રાજનીતિથી જોડાયેલા દરેક કડક નિંદા કરી રહ્યા છે. જેના પર બીજેપીનાં જીવીએલ નરસિમ્હાએ કહ્યુ કે, સપા ઉમેદવાર તેજ બહાદુર યાદવનાં નિવેદનથી હુ સ્તબ્ધ છુ. તેમણે કહ્યુ કે, અમે દરેક એજન્સીઓને આ ખતરાને ધ્યાને લેવાની અપેક્ષા કરીએ છીએ. આ વાસ્તવમાં સ્તબ્ધ કરી દે તેવુ નિવેદન છે.
