મુંબઈ,
76 વર્ષીય અમિતાભ બચ્ચન મુંબઇમાં હોય છે.ત્યારે તે પોતાના ચાહકોને એક ઝલક દાખવવા જલસા બંગલા બહાર મળે છે. ગયા રવિવારે તેમણે એક ટ્વિટ કર્યું હતુ કે, તેમની તબિયત સારી ન હોવાથી તેઓ આ વખતે પોતાના ચાહકોને મળી.અમિતાભ છેલ્લા 37 વરસથી મુંબઇમાં હોય છે ત્યારે પોતાના જલસા બંગલાના દરવાજા પાસે ઊભા રહે છે. તેમને જોવા એકઠી થયેલી મેદનીને તેઓ હાથ હલાવીને ‘હાય’ કરે છે.
T 3154 – All Ef and well wishers .. not doing the Sunday meet at Jalsa Gate this evening .. 🙏
— Amitabh Bachchan (@SrBachchan) May 5, 2019
આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે, તેઓ મુંબઇમાં હતા અને તેમના ચાહકોને રૂબરૂ ન થઈ શક્યા. પરિણામે તેમના ફોલોઅર્સ ચિંતામાં પડી ગયા હતા.
T 3155 – मैं न जानता था की , एक दिन इतवार को अपने चाहने वालों से, जलसा के द्वार पे, न मिल पाने पर, इतनी बड़ी ख़बर बन जाएगी ! आप सब को स्नेह , मेरा आदर और सम्मान 🙏❤️
— Amitabh Bachchan (@SrBachchan) May 6, 2019
