સુરત,
પાસ કન્વિનર અલ્પેશ કથીરિયા સર્મથનમાં પોસ્ટર લાગ્યા છે. આ પોસ્ટર સુરતના વરાછા વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર જામીન રદ્દ કરવામાં આવ્યા છે તેને લઇને લગાવવામાં આવ્યા છે.
પાટીદારોનો આક્ષેપ છે કે, સરકાર દ્વારા પાટીદારો સાથે અન્યાય કરવામાં આવે છે. સાથે પોલીસ દ્વારા અલ્પેશ સાથે કિન્નાખોરી રાખવામાં આવી હોવાના પણ સુર ઉઠવા લાગ્યો છે.
મહત્વનું છે કે, આ પોસ્ટર રાત્રી દરમિયાન લગાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અલ્પેશ કથીરિયાને રાજદ્ઘોહના કેસમાં જેલભેગો કરવામાં આવ્યો હતો. બાદ લાંબા સમય પછી તેને જામીન આપવામાં આવ્યા હતા. આ જામીન કોર્ટ દ્વારા શરતી રીતે આપવામાં આવ્યા હતા.
બાદમાં અલ્પેશે પોલીસ સાથે ગેરવર્તન કરીને પોલીસને ગાળોભાંડી હતી. બાદમાં આ શરતી જામીન પણ કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવ્યા હતા. જેથી તેને સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
