સુરત,
સુરતમાંથી મોડી રાત્રે વધુ એક દારૂની મહેફિલ ઝડપાતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ખટોદરા વિસ્તારમાંથી આ દારૂની મહેફિલ ઝડપાઇ છે. બર્થડે પાર્ટી હતી અને તેમાં દારૂની રેલમછેલ થઇ રહી હતી. જેની પર રેડ કરતાં 6 મહિલા અને 8 પુરૂષોની ધરપકડ કરી છે. સાથે પોલીસે તમામને મેડિકલ ચેકઅપ માટે લઇ ગઇ હતી અને આલ્કોહોલ ટેસ્ટ કરાવ્યું હતું.

પીપલોદ રોડની હોટલ ઓયસ્ટરમાં મહીલાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાઈ હતી. મહિલાઓની હાઈફાઈ રેવ પાર્ટી પર પોલીસે રેડ પાડી હતી. ૪૦ માલેતુજાર મહીલાઓ બિઝનેસમેન ગોપાલ શેખાવતના ભત્રીજાની પાર્ટીમાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસ કમિશનરને બાતમી મળ્યા બાદ છાપો માર્યો.

ઉલ્લેખનીય છે કે દારૂબંધીના ગુજરાતમાં હોટલમાં દારુ પીરસાવા પર તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે અગાઉ પણ અહીંથી હુક્કાબાર ઝડપાયો હતો. હોટલ સંચાલકો પર ઉમરા પોલીસ મહેરબાન હોવાની પણ વાત મળી છે. ત્યારે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
