Tamil Nadu Politics 2026: તમિલનાડુના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો આખરે સુખદ અંત આવ્યો છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા થલપતિ વિજયની (Vijay) પાર્ટી TVK ને હવે સરકાર રચવા માટે જરૂરી બહુમતી મળી ગઈ છે. શનિવારે મળેલી મહત્વની બેઠક બાદ VCK એ વિજયને બિનશરતી સમર્થન જાહેર કર્યું છે, જેનાથી રાજ્યમાં હવે ‘વિજય સરકાર’ બનવાનો માર્ગ મોકળો થયો છે.
બહુમતીનું ગણિત: કેવી રીતે આંકડો 118 પાર પહોંચ્યો?
તમિલનાડુ વિધાનસભામાં બહુમતી માટે જરૂરી આંકડો મેળવવા માટે TVK ને અન્ય પક્ષોના સાથની જરૂર હતી. અત્યારની સ્થિતિ મુજબ સમર્થનનું ગણિત નીચે મુજબ છે:
TVK ની પોતાની બેઠકો: 108 (સૌથી મોટી પાર્ટી બની પણ બહુમતીથી 10 બેઠક દૂર હતી).
કોંગ્રેસ અને અન્ય પક્ષો: અગાઉ કોંગ્રેસના 5 ધારાસભ્યો અને CPI તથા CPIM ના 2-2 ધારાસભ્યોએ સમર્થન આપતા આંકડો 116 પર પહોંચ્યો હતો.
VCK અને IUMLS નું સમર્થન: શનિવારે VCK ના ધારાસભ્યોના ટેકાથી આંકડો 118 થયો અને ત્યારબાદ ઇન્ડિયન મુસ્લિમ લીગ (IUMLS) ના સમર્થન સાથે કુલ આંકડો 120 પર પહોંચી ગયો છે.
VCK નો મોટો નિર્ણય
શનિવારની સાંજે VCK ની એક મહત્વની બેઠક મળી હતી, જેમાં TVK સરકારને ટેકો આપવો કે નહીં તે અંગે ગંભીર ચર્ચા થઈ હતી. અંતે, પાર્ટીએ વિજયને મુખ્યમંત્રી બનાવવા માટે કોઈ પણ શરત વગર સમર્થન પત્ર સોંપવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય સાથે જ તમિલનાડુમાં દાયકાઓથી ચાલી રહેલા DMK અને AIADMK ના શાસન સામે એક નવો અને મજબૂત વિકલ્પ સત્તા પર આવવા તૈયાર છે.
4 મે ના પરિણામોએ સર્જ્યો હતો ઇતિહાસ (Vijay)
4 મે ના રોજ જાહેર થયેલા પરિણામોમાં વિજયની (Vijay) પાર્ટીએ રાજ્યના બંને દિગ્ગજ પક્ષોને પાછળ છોડીને સૌથી વધુ બેઠકો જીતી સૌને ચોંકાવી દીધા હતા. TVK ના નેતા અર્જુને તમામ સમર્થક પક્ષોનો આભાર માનતા જણાવ્યું છે કે, “હવે વિજય સરકાર રચવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.”
આ સમાચાર મળતા જ વિજયના (Vijay) સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રાજ્યમાં જલ્દી જ નવી સરકારના શપથ ગ્રહણ યોજાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં ‘થલાપતિ’ યુગની શરૂઆત, અભિનેતા વિજય આવતીકાલે લેશે CM પદના શપથ
આ પણ વાંચો:બંગાળમાં ચૂંટણી પછીની હિંસા,બે ભાજપ, એક TMC કાર્યકર્તાઓના મોત, અનેક સ્થળોએ તોડફોડ
