Tamil Nadu Politics 2026: તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ સરકાર રચવાને લઈને મડાગાંઠ જારી છે. અભિનેતામાંથી નેતા બનેલા થલપતિ વિજયની (Vijay Thalapathy) પાર્ટી TVK સૌથી મોટી પાર્ટી હોવા છતાં બહુમતીના આંકડાથી થોડી દૂર છે. આ અનિશ્ચિતતા વચ્ચે શનિવારે વિજયનો સંભવિત શપથ ગ્રહણ સમારોહ રદ થતા સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન એક સમર્થકે આત્મવિલોપનનો પ્રયાસ કરતા સ્થિતિ તણાવપૂર્ણ બની છે.
મુખ્યમંત્રી બનવામાં વિલંબથી સમર્થક ભાવુક થયો
તમિલનાડુમાં સરકાર રચવામાં થઈ રહેલા વિલંબથી નારાજ થઈને C. Joseph Vijay (થલપતિ વિજય) ના એક સમર્થકે પોતાની જાતને આગ ચાંપી દીધી હતી:
40 વર્ષીય ઈસક્કીયપ્પન નામના યુવકે આત્મદાહનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે ગંભીર રીતે દાઝી જવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
અહેવાલો મુજબ, આ જ યુવકે ચાર મહિના પહેલા વિજય મુખ્યમંત્રી (Vijay Thalapathy) બને તે માટે પોતાના ચહેરામાં 16 ફૂટ લાંબો ‘વેલ’ (ભાલો) આરપાર કરીને બાધા પૂરી કરી હતી.
વલ્લીયુરમાં પણ એક અન્ય યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે, જ્યારે VCK ઓફિસ પાસે એક યુવક પર બ્લેડથી હુમલો થવાની ઘટના પણ સામે આવી છે.
બહુમતીના આંકડામાં અટવાયેલું શાસન
TVK પાર્ટી (Vijay Thalapathy) બહુમતીના આંકડાથી માત્ર 10 બેઠકો દૂર છે. સ્પષ્ટ બહુમતી ન હોવાથી અને અન્ય પક્ષો તરફથી હજુ સુધી કોઈ મક્કમ સમર્થન ન મળવાને કારણે સરકારની રચના થઈ શકી નથી. આ જ કારણે શનિવારે યોજાનારો શપથ ગ્રહણ કાર્યક્રમ કેન્સલ કરવો પડ્યો છે.
તમિલિસાઈ સૌંદરારાજની શાંતિ જાળવવા અપીલ
વધતા તણાવને જોતા પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરારાજને વિજયને અપીલ કરી છે કે તેઓ પોતાના સમર્થકોને શાંતિ જાળવવા માટે સંદેશ આપે. તેમણે કહ્યું:
લોકો નવી સરકાર સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે, પરંતુ કાર્યકરોએ અત્યંત ભાવુક થઈને આવા જોખમી પગલાં ન ભરવા જોઈએ.
લોકશાહીના જનાદેશનું સન્માન થઈ રહ્યું છે અને સ્થિર સરકાર બને તે માટે પ્રયાસો ચાલુ છે.
થલપતિ વિજય (Vijay Thalapathy) અત્યારે મૌન છે, પરંતુ તેમના સમર્થકો સોશિયલ મીડિયા અને રસ્તાઓ પર ઉતરીને વહેલી તકે સરકાર રચવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં ‘થલાપતિ’ યુગની શરૂઆત, અભિનેતા વિજય આવતીકાલે લેશે CM પદના શપથ
આ પણ વાંચો:બંગાળમાં ચૂંટણી પછીની હિંસા,બે ભાજપ, એક TMC કાર્યકર્તાઓના મોત, અનેક સ્થળોએ તોડફોડ

