અમદાવાદ સહિત દેશભરમાં ગણેશ ચતુર્થી બાદ ગણેશ ભગવાનની મુર્તીની ઠેર ઠેર સ્થાપના કરવામાં આવી છે. દરેક લોકો પોતાની માનતા અનુસાર એક દિવસ, પાંચ દિવસ, દસ દિવસ મૂર્તીની સ્થાપના કરી ગણેશજીનું વિસર્જન કરતા હોય છે.
ગણેશ મહોત્સવમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ વિસર્જન કુંડમાં કરવા જાહેર જનતાને અપીલ.
ગણેશ વિસર્જનના કુંડની વિગત. #Amdavad pic.twitter.com/cy0BOUxTGN— Amdavad Municipal Corporation (@AmdavadAMC) September 18, 2018
ગણેશ ચતુર્થી બાદ નદીમાં ગંદકી અને પ્રદુષણ ના ફેલાય તે માટે અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામુ બહાર પાડ્યું છે કે, સાબરમતી નદીમાં ગણેશજીની મૂર્તીનું વિસર્જન કરવામાં ન આવે.
ગણેશ મહોત્સવમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ વિસર્જન કુંડમાં કરવા જાહેર જનતાને અપીલ…#GanpatiBappaMorya pic.twitter.com/VABHQZlSXe
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) September 18, 2018
પ્રાપ્ત માહતિ અનુસાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ગણેશ વિસર્જનને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ ગણેશજીની મૂર્તિ હવે સાબરમતી નદીમાં વિસર્જન કરી નહીં શકાય.

રિવરફ્રન્ટમાં 7 મોટા કુંડ બનાવવા આવ્યા છે, જેમાં મોટી મૂર્તિનું વિસર્જન કરી શકાશે. આ ઉપરાંત 13 નાના કુંડ રિવરફ્રન્ટની બંને બાજુએ બનાવામાં આવ્યા છે, જેની સાઇઝ 15 ફુટની છે. આમ શહેરીજનોએ મોટી મૂર્તિઓનું વિસર્જન 100 ફૂટના
બનાવેલા સાત મોટા કુંડમાં જ વિસર્જન કરવું પડશે.
