સિહોરમાં વિશ્વહિન્દુ પરિષદ તથા બજરંગદળ તથા સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા આંતકીઓ વિરુદ્ધ પૂતળા દહન કરાયું હતું.
રાજસ્થાનના ઉદયપુરમાં બે લોકોએ એક વ્યક્તિની એની દુકાનમાં ઘૂસીને હત્યા કરી નાખી. બંનેએ હત્યાનો વીડિયો પણ બનાવ્યો હતો અને તેને ભાજપનાં બરતરફ કરાયેલાં પ્રવક્તા નૂપુર શર્માની પયગંબર મહમદ પર વિવાદિત ટિપ્પણીનો બદલો ગણાવ્યો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. તેમની ઓળખ મોહમ્મદ રિયાઝ અનેગૌસ મોહમ્મદ તરીકે થઈ છે. એક વીડિયોમાં તેઓ કનૈયાલાલનું ધડ-માથું અલગ કરી દેવાની વાત સ્વીકારતા જોવા મળે છે. બન્નેએ આ વીડિયોમાં વડા પ્રધાનને પણ હત્યાની ધમકી આપી છે ત્યારે આ હત્યા બાદ ઉદયપુરમાં વિરોધપ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે સિહોર વિશ્વહિન્દુ પરિષદ તથા બજરંગ દળ તેમજ સમસ્ત હિન્દૂ સમાજનાં લોકો દ્વારા આંતકવાદ દૂર કરો અને પાકિસ્તાન મુરદાબાદનાં નારા લગાવી સિહોરનાં વડલાચોક ખાતે આતંકવાદીનાં પૂતળા દહન કર્યું હતું.

આ પણ વાંચો : સરકારનું સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેસ્ટ મેનેજમેન્ટ નબળું છે ત્યારે અમલ કેટલો અને કેવી રીતે થશે વેપારીનો મોટો પ્રશ્ન
