Rajkot News/ સાવધાન! હજુ સાયબર ફ્રોડ રોકાયો નથી, રાજકોટમાં નિવૃત કલાર્ક દંપતી સાથે થઇ ₹88 લાખની ચીટિંગ!

ડ્રગ્સ અને મની લોન્ડરિંગના કેસમાં સંડોવાયેલા છે. જો તેઓ સહકાર નહીં આપે તો કાનૂની કાર્યવાહીની ધમકી આપી હતી.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટ શહેરમાં સાયબર ક્રાઇમની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ વખતે, ભોગ બનેલા લોકો સેશન્સ કોર્ટના નિવૃત્ત ક્લાર્ક દિનેશ દેલવાડિયા અને તેમની પત્ની છે. આરોપીઓએ તેમને  ‘ડિજિટલ અરેસ્ટ’માં ફસાવ્યા અને 45 દિવસ સુધી માનસિક ત્રાસ આપ્યો અને અંતે ₹88 લાખથી વધુની ખંડણી વસૂલ કરી.

આ ફ્રોડ કેવી રીતે થયું ?

આરોપીઓએ દંપતીને ફોન કરીને કહ્યું કે તેઓ ડ્રગ્સ અને મની લોન્ડરિંગના કેસમાં સંડોવાયેલા છે. જો તેઓ સહકાર નહીં આપે તો કાનૂની કાર્યવાહીની ધમકી આપી હતી. ત્યારબાદ, તેને સતત ઓનલાઈન વિડીયો કોલ પર રાખવામાં આવ્યા જેને ‘ડિજિટલ એરેસ્ટ’ કહેવામાં આવે છે. આ 45 દિવસ દરમિયાન, આરોપીઓએ દંપતી પર નાણાકીય દબાણ કર્યું, તેને વારંવાર પૈસા ટ્રાન્સફર કરવા દબાણ કર્યું. એવું બહાર આવ્યું છે કે પીડિત દંપતીએ પૈસા ચૂકવવા માટે ગોલ્ડ લોન પણ લીધી હતી.

ઘટના બાદ ફરિયાદ દાખલ

આ ઘટનામાં રાજકોટના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નિવૃત્ત ક્લાર્ક દિનેશ દેલવાડિયાએ આ મામલે વિગતવાર અરજી દાખલ કરી છે. પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઓળખવા માટે તબીબી-તકનીકી પુરાવા એકત્રિત કરી રહ્યા છે.

સાયબર ફ્રોડની વધતી જતી ધમકી

તાજેતરમાં, ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટ ફ્રોડની ઘટના વધી રહ્યા છે.  આ ફ્રોડ કરનાર ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને નિવૃત્ત લોકોને લક્ષ્ય બનાવે છે. નિષ્ણાતો સૂચવે છે કે કોઈએ અજાણ્યા ફોન કોલ્સ પર વિશ્વાસ ન કરવો જોઈએ, ખાસ કરીને કાયદા અમલીકરણ અથવા એજન્સીઓ તરફથી હોવાનો દાવો કરનારા કોલ્સ પર ક્યારેય પુરાવા વગર ભરોસો કરવો જોઈએ નહીં.

પોલીસ અપીલની સામાન્ય નાગરિકોને અપીલ છે કે 

રાજકોટ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો તેમને આવા કોઈ કોલ આવે તો તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરવો જરૂરી છે. જેથી સમયસર કાર્યવાહી કરવાથી નાણાકીય નુકસાન અટકાવી શકાય છે. નાગરિકોને જાગૃત રહેવા માટે વિનંતી કરી છે કે કોઈ પણ અજાણ્યા કોલ્સ પર જલ્દી ભરોસો કરવો નહીં, જો કરશો તો તમારા નાણાકીય માહિતી કે કોઈ ગુપ્ત માહિતી અંગે ચર્ચા કરવી જોઈએ નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Gujarat News/રાજ્યમાં લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’નું આયોજન : મંત્રી હર્ષ સંઘવી

આ પણ વાંચો:Gujarat News/ PMના હસ્તે અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ₹133.42 કરોડના ખર્ચે બનેલા 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ !

આ પણ વાંચો:સ્વદેશીપણું એ આત્મનિર્ભરતાનું જનક છે: ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ