Surat News:અમદાવાદ એરપોર્ટ બાદ હવે સુરત એરપોર્ટથી એક શંકાસ્પદ યુવાન હાઇડ્રોપોનિક ડ્રગ્સ સાથે ઝડપાયો, બાતમીના આધારે DRIઅને કસ્ટમ્સના અધિકારીઓએ હાંસલ કરી મોટી જીત.
સૂત્રો અનુસાર આ શંકાસ્પદ વ્યક્તિનું નામ એઝાઝ હાઇડ્રોપોનિક ડ્રગ્સ સાથે DRI અને કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા બેંગકોક થી સુરત આવનારી ફ્લાઇટમાં ઝડપાયો.

આ ઘટના એકવાર નથી બની,આ પહેલા પણ સુરત એરપોર્ટ પર ગોલ્ડ-ડાયમંડની સ્મગલિંગ બાદ ડ્રગ્સની હેરાફેરીણી ઘટના સામે આવતા સુરત એરપોર્ટ પર ખડભળાટ મચી ગયો છે.
એઝાઝ હાઇડ્રોપોનિક ડ્રગ્સ સાથે DRI અને કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા બેંગકોક થી સુરત આવનારી ફ્લાઇટમાં ઝડપાયો. બેંગકોંકની ફ્લાઇટથી સુરત આવેલો એઝાઝ 14 કરોડના ‘હાઇડ્રોપોનિક ડ્રગ્સ’ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. હાઇડ્રોપોનિક ડ્રગ્સ સાથે આ એઝાઝનો કાળી કારમાં ફરાર થવાનો પ્લાન હોવાનું સામે આવ્યું છે. જે DRI અને કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા ફેલ કરવામાં આવ્યા હતા. એઝાઝની તપાસ દરમિયાન 14 કિલોગ્રામ ‘ઇંગ્લિશ ગાંજા’ નો મોટો જથ્થો મળી આવ્યો હતો.
સૂત્રો અનુસાર આ ડ્રગ્સ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 14 કરોડની કિમત ધરાવે છે. DRIણી ટીમે ‘કાળી કાર’ અને તેના માલિક સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે. આથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સ્મગલિંગ નેટવર્ક થયું હોવાને કારણે સુરક્ષા એજન્સીઓ સામે એક નવો પડકાર ઊભો થયો છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, એઝાઝ એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે સંકળાયેલો હોઈ શકે છે. આ માટે તેની કડક પૂછપરછ ચાલી રહી છે. જો એઝાઝ દ્વારા વધુ ખુલાસાઓ થાય તો સુરતમાંથી કાર્યરત સ્મગલિંગ નેટવર્કનો મોટો ભાંડો ફૂટવાની શક્યતા છે.
આ પણ વાંચો: Surat News/સુરતના 32 કરોડના હીરા ચોરીમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો, 10 લાખ આપીને 5 શખ્સને ચોરીના તરકટ માટે ઉભા કર્યા
આ પણ વાંચો: Surat News/સુરતમાં રૂ. 1,550 કરોડથી વધુના USDT હવાલા કૌભાંડ કેસમાં દોઢ લાખ પાનાની ચાર્જશીટ
આ પણ વાંચો: Surat News/અહો આશ્ચર્યમ : સુરતમાં સફાઈકર્મીઓ બન્યા ડોક્ટર
