Vadodara News: વડોદરા શહેરમાં ફરી વખત શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તરસાલી સ્લમ ક્વાર્ટરમાં શ્રીજીની આરતી બાદ પ્રસાદ ચડાવતા સમયે અસામાજિક તત્વોએ અચાનક કાંકરીચાળો કર્યો હતો. આ ઘટનાએ પળવારમાં જ તણાવનું વાતાવરણ ઊભું કર્યું હતું.
ઘટનાની જાણ થતાં કાઉન્સિલર સ્થળ પર દોડી આવ્યા હતા. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. સ્થાનિકોમાં આ બનાવને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
પોલીસએ કરી દખલ
પરિસ્થિતિની ગંભીરતા જોતા ZONE-3ના DCP તથા પોલીસ દળ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે લોકો સાથે વાતચીત કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી. પોલીસ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરે અને શાંતિ જાળવે.
અફવાઓથી સાવધાન
ઘટનાની જાણ થયા બાદ વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક તંત્ર સાથે મળી વિશ્વાસ આપ્યો છે કે કાયદા-વ્યવસ્થા કાબૂમાં છે. શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનાર તત્વો સામે કડક પગલાં ભરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
વડોદરામાં આ બનાવ પછી પોલીસ ખૂબ સક્રિય બની છે અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. હાલ સ્થિતિ કાબૂમાં હોવા છતાં તણાવનું વાતાવરણ યથાવત છે. તંત્રએ લોકોમાં શાંતિ જાળવવા માટે સહકારની અપીલ કરી છે.
આ પણ વાંચો:વડોદરા : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં જમવાના ફૂડને લઈ હંગામો
આ પણ વાંચો:વડોદરા ફાયર વિભાગ કૌભાંડ, 3.17 કરોડની ગેરરીતિનો પર્દાફાશ, ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ
આ પણ વાંચો:વડોદરા : જુગારધામ પર વારસિયા પોલીસની સફળ રેડ
