Rajkot News: રાજકોટની સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર જન્નત મીરે આત્મહત્યાનો પ્રયત્ન કરતાં સનસનાટી મચી ગઈ છે. જન્નત મીર રાજકોટની જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે. તેણે ફિનાઇલ પીને આત્મહત્યાના પ્રયાસે રાજકોટમાં ચકચાર મચાવી દીધી છે. જન્નત મીરે આત્મહત્યાનો પ્રયત્ન કરતાં પહેલા એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી. તેમા તેણે જણાવ્યું હતું કે રાજકોટનોકુખ્યાત લાલો ઉર્ફે ઇમ્તિયાઝ રાઉમાના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યુ છે.

જન્નતમીરે તેની સ્યુસાઇડ નોટમાં તોફાની રાધાની જેમ તેને મારી નાખવાની ધમકી મળવાનો ઉલ્લેખ પણ કર્યો છે. તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલમાં તેની સ્થિતિ ઘણી ગંભીર છે. પોલીસે પણ આ ઘટનાના પગલે માનસિક પજવણીનો કેસ નોંધીને કુખ્યાત લાલા સામે તપાસ આદરી છે. લાલા સામે અગાઉ પણ ઘણા કેસો નોંધાઈ ચૂક્યા છે. પોલીસે જણાવ્યું હતુ કે અમે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Rajkot News/560 કરોડના 17 બોગસ દસ્તાવેજો બન્યા, રાજકોટની કૌભાંડી ત્રિપુટીએ રચ્યો ખેલ
આ પણ વાંચો: Rajkot News/રાજકોટમાં CGST ના 2 ખાનગી ગ્રુપ પર દરોડા
આ પણ વાંચો: Rajkot News/રાજકોટમાં હચમચાવી આપતી દૂર્ઘટનાઃ 10 વર્ષની દીકરીને 3 મહિના સુધી પોર્ન વીડિયો બતાવી શખ્સે કર્યા અડપલા
