Valsad News: વલસાડના ધરમપુરમાં ગઈકાલે સાંજે સ્વામિનારાયણ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીને વોર્ડન દ્વારા બાથરૂમમાં પુરી દેવામાં આવતાં વિવાદ છેડાયો છે. વિદ્યાર્થીનીને બાથરૂમમાં પૂરી દેવામાં આવતાં તબિયત બગડી હતી. તુરંત હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.
વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકા ખાતે આવેલ સ્વામિનારાયણ હોસ્ટેલ બાયપાસ રોડ ધરમપુરમાં રહેતી એક વિદ્યાર્થીનીને વોર્ડન દ્વારા બાથરૂમમાં પૂરી દેવામાં આવી હતી. માહિતી મુજબ વિદ્યાર્થીની સભામાં સમયસર ન પહોંચતા તેને બાથરૂમમાં પૂરી દેવામાં આવી હતી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આદિવાસીઓએ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. ભોગ બનેલી વિદ્યાર્થીનીની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. સ્વામિનારાયણ હોસ્ટેલની વોર્ડન વિરુદ્ધ કાર્યવાહી કરવા આદિવાસી અગ્રણીઓએ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે. વિદ્યાર્થીનીને ન્યાય અપવાની માગ ઉઠી છે.
આ પણ વાંચો: Pregnancy Test/બાવળામાં ગર્ભપરીક્ષણ કરતાં સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડોક્ટર પકડાયા
આ પણ વાંચો: Gujarat University News/ચાર વર્ષના વિલંબ પછી ગુજરાત યુનિ. NAAC માન્યતા પ્રાપ્તિ માટે અરજી કરશે
