Gujarat News : CCA ની ભરતી પરિક્ષાના રિઝલ્ટની ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. ત્યારે આજે તેમની આતુરતાનો અંત આવી શકે તેમ લાગી રહ્યું છે. જેમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રિવાઇઝડ રીઝલ્ટ પ્રસિદ્ધ થઇ શકે છે. ત્યારે તાજેતરમાં જ આ માહિતી મળતા ઉમેદવારો પરિક્ષાના રિઝલ્ટને લઇને ઉત્સુક જોવા મળ્યા હતા.સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર સાંજે રિઝલ્ટ મુકવામાં આવનાર છે.
જોકે અગાઉના રિઝલ્ટના ઉમેદવારને બહાર કરવામાં આવશે નહી. તથા આમાં સમાવેશ થતા ઉમેદવારોએ ૩ દિવસમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.ઉપરાંત વધુમાં મળતી માહિતી મુજબ ગૃપ A પરીક્ષા નિયત કાર્યક્રમ મુજબ લેવામાં આવશે. જેમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ મૂજબ ફેરફાર થઇ શકે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે.
આ પણ વાંચો:રાજકોટ લોધિકાની સરકારી શાળાના વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં ફરાર 3 શિક્ષકો સસ્પેન્ડ
આ પણ વાંચો:રાજ્યની સરકારી શાળાઓમાં 134 ગુટલીબાજ શિક્ષકોની સરકારે કરી હકાલપટ્ટી
