Gandhinagar News/ રાજ્યની સરકારી શાળાઓમાં 134 ગુટલીબાજ શિક્ષકોની સરકારે કરી હકાલપટ્ટી

રાજ્ય સરકારે 134 ગુટલીબાજ શિક્ષકોને બરતરફ કર્યા છે. આમ શિક્ષણ વિભાગે ગુટલીબાજ શિક્ષકો અને ભૂતિયા શિક્ષકોના કિસ્સામાં પગલાં લેવાનો પ્રારંભ કર્યો છે. સસ્પેન્ડ કરવામાં આવેલા શિક્ષકો 2019થી 2022 સુધી સતત ગેરહાજર રહ્યા હતા.

Gujarat Gandhinagar Top Stories Breaking News

Gandhinagar News: રાજ્ય સરકારે 134 ગુટલીબાજ શિક્ષકોને બરતરફ કર્યા છે. આમ શિક્ષણ વિભાગે ગુટલીબાજ શિક્ષકો અને ભૂતિયા શિક્ષકોના કિસ્સામાં પગલાં લેવાનો પ્રારંભ કર્યો છે. સસ્પેન્ડ કરવામાં આવેલા શિક્ષકો 2019થી 2022 સુધી સતત ગેરહાજર રહ્યા હતા.

ગેરહાજર રહેનારા શિક્ષકોમાં સૌથી વધુ બનાસકાંઠાના 18 શિક્ષકો ગુટલીબાજ હતા, જ્યારે બીજા ક્રમે છોટાઉદેપુરના કુલ 16 શિક્ષકો ગુટલીબાજ હતા. આ શિક્ષકો સતત ગેરહાજર હતા અને તેમની ગેરહાજરીને લઈને છેવટે દાદાએ ડંગોરો ઉગામ્યો હતો.

રાજ્યમાં શિક્ષકોની ગેરહાજરીની બાબતે વધતા જતા બનાવોને લઈને છેવટે શિક્ષણ વિભાગ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યું છે. તેણે ગેરહાજર શિક્ષકો બાબતે હાથ ધરેલી તપાસમાં જણાવ્યું હતું કે રાજ્યના કુલ 27 જિલ્લામાં આવેલી જુદી-જુદી સરકારી શાળામાં 151 શિક્ષક ગેરહાજર છે.

ABSENT TEACHER

આ શિક્ષકો ત્રણ મહિના કરતાં વધુ સમયથી ગેરહાજર છે અને તેમા 91 શિક્ષકો ગેરકાયદેસર રીતે રજા પર ઉતર્યા છે અને 60 શિક્ષકો વિદેશમાં છે. આ વાત બીજા કોઈએ નહીં શિક્ષણપ્રધાને પોતે જણાવી છે. કોઈને પણ આશ્ચર્ય થાય કે આટલા શિક્ષકો વિદેશમાં પણ તે હકીકત છે. આ રીતે શિક્ષકો મહિનાઓની રજાઓ મૂકીને વિદેશમાં જતાં રહે પછી ભણતરનો ક્યાંથી ઉદ્ધાર થાય.

સરકાર પોતે પાછી કબૂલે છે પણ ખરી કે કુલ 151 શિક્ષકો રજા પર છે અને તેમાથી 91 એટલે કે અડધાથી તો વધારે શિક્ષકોએ ગેરકાયદે રજા લીધી છે. આટલા હોબાળા પછી હવે સરકાર આ રીતે રજા પર ઉતરેલા શિક્ષકો સામે કાર્યવાહી કરશે. આ બધુ તો થતાં થશે, પણ આટલા સમયગાળા સુધી બાળકોના ભણતરનો ભોગ લેવાયો તેનું વળતર કોણ આપશે. ગરીબ બાળકોના ભણતરનું કોઈ મૂલ્ય નથી. જો શિક્ષકો સરકાર પાસેથી 70થી 80 હજાર રૂપિયા લેનારા શિક્ષકો ભણાવતા ન હોય તો પછી સરકાર શિક્ષણને તાળા જ મારેને, પછી તે શિક્ષકોની ભરતી જ શું કામ કરે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી

આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા

આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો