Aravalli News: અરવલ્લીમાં સોશિયલ મીડિયામાં ભારત દેશ વિરૂદ્ધ પોસ્ટ કરી લખાણ લખવા બદલ બાંગ્લાીદેશી યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે મોટો ઘટસ્ફોટ થતાં કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ અરવલ્લી આવશે.
અરવલ્લીમાં બાયડના રમાસમાંથી બાંગ્લાદેશી યુવક ઝડપાવા મામલે ઘણા ખુલાસા થયા છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે બાંગ્લાદેશી યુવકે રમાસની મુસ્લિમ યુવતી સાથે યુવકે લગ્ન કર્યા હતા. અગાઉ આ યુવતીના લગ્ન કઠલાલ ખાતે થયા હતા. જેમાં બે સંતાનોની માતા છુટાછેડા બાદ દુબઈ ગઈ હતી. દુબઈમાં બાંગ્લાદેશી યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા.
બાદમાં યુવતી અને યુવક રમાસ આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે યુવક પાસે ભારતના વિઝા નથી. તેમ છતાં ભારતમાં ઘૂસ્યો છે. આ ઘૂસણખોરી કેવી રીતે કરી તે તપાસનો વિષય બન્યો છે. યુવક કયા ઈરાદાથી ભારત આવ્યો છે તેની તપાસ કરવા ભારતીય સુરક્ષા અધિકારીઓ અરવલ્લી આવશે તેમ જાણવા મળ્યું છે.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી
આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસ્યો વરસાદ…