Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણ અંગે આગાહી કરવામાં આવે છે. જેમાં સાત દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગ ઉપર આગામી 48 કલાક દરમિયાન કેટલાક સ્થળ પર છુટાછવાયા હળવા વરસાદની શક્યતા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આણંદના આંકલાવમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો. ખેરગામમાં સવા ઈંચ, દહેગામમાં 1 ઈંચ વરસાદ નોંધાયો. વડોદરા, વાઘોડિયા, વાલિયામાં પોણો ઈંચ વરસાદ પડ્યો. તો પેટલાદ, વલસાડ, હળવદ, ગરુડેશ્વરમાં પોણો ઈંચ નોંધાયો છે.
Gujarat Rain Live Update
1.46
સુરતમાં સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. શ્રાવણ માસ હોવાથી શ્રદ્ધાળુઓ પણ પૂજા અર્ચના કરવા માટે નીકળ્યા છે. શરૂના વરસાદમાં શ્રદ્ધાળુઓ સહિત નાના બાળકો પણ વરસાદી માહોલની મજા લૂંટી રહ્યા છે. વધુ વરસાદ વરસશે તો નીચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ભરાવાની શકયતા છે.
1.15
દાહોજ જિલ્લાના ઝાલોદ તાલુકાના માછણનાળા ડેમમાં હાલમાં 100 ટકા પાણીની આવક થઇ છે, અગમચેતીના ભાગરૂપે આજુબાજુના સાત ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. હજી પણ પાણીની આવક વધવાની શકયતાએ હાલની સપાટી હાઈ એલર્ટ સ્ટેજના લેવલે થયેલું છે.
11.23
નવસારીમાં ફરી એક વાર મેઘ સવારી આવી પહોંચી છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. છ તાલુકાઓમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. નવસારી,જલાલપોર, વાંસદા અને ખેરગામમાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો છે. ગણદેવી, ચીખલીમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.
11.15
જૂનાગઢ, ઉમરપાડમાં વરસાદ પડ્યો છે. ઉનામાં યુવાન વરસાદમાં તણાયો હોવાનું જાણવા મળ્યું છે.
9.40
સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે. ધીમીધારે અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં બારડોલી, પલસાણા, કામરેજ, ઉમરપાડા સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
8.30
અમરેલી જિલ્લામાં મેઘાવી માહોલ છવાયો છે. સવારથી કળાડિબાંગ વાદળો વચ્ચે વરસાદ પડી રહ્યો છે. અમરેલી, આંકડીયા અમરાપુર, કુંકાવાવ સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.
08.00
અમદાવાદમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી રેઈનકોટ, છત્રીનો શહેરીજનો ઉપયોગ કરી રોજીંદા કામો માટે નીકળી પડેલા જોવા મળ્યા છે.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી
આ પણ વાંચો: “ફરજી” વેબસિરીઝ જોઈને સુરતના રત્નકાલાકારે કર્યો