Ahmedabad News: નવા શૈક્ષણિક સત્ર પહેલાં જ અમદાવાદના વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોતાના બાળકોને સ્કૂલ વાન (Ahmedabad School Van Fare) અથવા રિક્ષા (School Rickshaw Fare Hike )માં શાળાએ મોકલતા વાલીઓએ હવે વધુ ખર્ચ માટે તૈયાર રહેવું પડી શકે છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા આગામી જૂન મહિનાથી ભાડા વધારાની સંભાવના અંગે વિચારણા શરૂ કરવામાં આવી છે.
Ahmedabad School Van Fare: CNGના વધતા ભાવ બન્યા મુખ્ય કારણ
સ્કૂલ ટ્રાન્સપોર્ટ સંચાલકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક મહિનાઓમાં CNGના ભાવમાં સતત વધારો નોંધાયો છે. હાલના સમયમાં જ CNGના ભાવમાં પ્રતિ કિલો રૂપિયા 4 નો વધારો થયો છે. જ્યારે વર્ષ 2024ની સરખામણીએ અત્યાર સુધીમાં કુલ રૂપિયા 10 જેટલો વધારો થઈ ચૂક્યો હોવાનું જણાવાયું છે. આ વધારાની સીધી અસર સ્કૂલ વાન (Ahmedabad School Van Fare) અને રિક્ષા (School Rickshaw Fare Hike )ના સંચાલન ખર્ચ પર પડી રહી છે.
મેન્ટેનન્સ ખર્ચ પણ વધ્યો
સ્કૂલ વાન એસોસિએશન સાથે જોડાયેલા સંચાલકોનું કહેવું છે કે ફક્ત ઈંધણ જ નહીં પરંતુ વાહનોના મેન્ટેનન્સ, સ્પેર પાર્ટ્સ અને અન્ય ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે હાલના ભાડામાં સેવા આપવી મુશ્કેલ બની રહી છે.એસોસિએશનના અગ્રણી ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે આગામી દિવસોમાં બેઠક યોજીને આખરી નિર્ણય લેવામાં આવશે કે જૂન મહિનાથી ભાડામાં કેટલો વધારો કરવો.
વાલીઓના બજેટ પર વધારાનો બોજ
જૂન મહિનાથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ વાલીઓ પર વધુ આર્થિક ભાર પડી શકે છે. પહેલેથી જ સ્કૂલ ફી, યુનિફોર્મ, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક ખર્ચમાં વધારો અનુભવતા વાલીઓ માટે ટ્રાન્સપોર્ટેશન ખર્ચનો આ સંભવિત વધારો વધુ મુશ્કેલી ઉભી કરી શકે છે.હાલ વાલીઓ અને સંચાલકો બંનેની નજર એસોસિએશનની આગામી બેઠક અને તેના નિર્ણય પર ટકી છે.
ટૂંક સમયમાં આવશે આખરી નિર્ણય
અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન (Ahmedabad School Worthy Association) દ્વારા ટૂંક સમયમાં બેઠક બોલાવી ભાડા વધારા અંગે આખરી નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ પ્રતિ બાળક ભાડામાં કેટલો વધારો થશે તે અંગે સ્પષ્ટતા થશે.
આ પણ વાંચો:અમદાવાદના વાલીઓ માટે રાહતના સમાચાર: સ્કૂલ વાન-રિક્ષા ભાડામાં વધારો નહીં
આ પણ વાંચો:અમદાવાદમાં વધુ ભાડાં માટે સ્કૂલ વાન ચાલકો જોખમમાં મૂકી રહ્યાં છે બાળકોનાં જીવ!
