Ahmedabad News/ અમદાવાદના વાલીઓ માટે રાહતના સમાચાર: સ્કૂલ વાન-રિક્ષા ભાડામાં વધારો નહીં

અમદાવાદના વાલીઓ માટે સારા સમાચાર! નવા શૈક્ષણિક સત્ર પહેલા સ્કૂલ વાન (School van) અને રિક્ષાના ભાડામાં વધારો નહીં કરવાની જાહેરાત કરવામાં આવી છે. જૂન 2027 સુધી ફી સ્થિર રહેશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
મોંઘવારી વચ્ચે રાહત: School van-રિક્ષા ભાડું નહીં વધે

Ahmedabad News: અમદાવાદમાં નવા શૈક્ષણિક સત્ર પહેલા વાલીઓ માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. વધતી મોંઘવારી વચ્ચે સ્કૂલ વર્ધી એસોસિએશને મહત્વપૂર્ણ નિર્ણય લઈને વાલીઓને મોટી રાહત આપી છે. આવનારા શૈક્ષણિક વર્ષમાં સ્કૂલ વાન (School van) અને રિક્ષાના ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં નહીં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે.

School van અનેરિક્ષાના ભાડામાં નહીં થાય વધારો

સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા નિર્ણય મુજબ, આગામી સત્રમાં ટ્રાન્સપોર્ટ ભાડું યથાવત રાખવામાં આવશે. મહત્વની વાત એ છે કે જૂન 2027 સુધી સ્કૂલ વાન (School van) અને રિક્ષાના ભાડામાં વધારો નહીં કરવામાં આવે. આ નિર્ણયથી વાલીઓને લાંબા ગાળે આર્થિક રાહત મળશે.

ગયા વર્ષે સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો થતા વાલીઓ પર વધારાનો આર્થિક બોજ આવ્યો હતો. પરંતુ આ વખતે એસોસિએશન દ્વારા વાલીઓના હિતોને ધ્યાનમાં રાખીને ભાડું ન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

School van-રિક્ષા ભાડું નહીં વધે

મોંઘવારી વચ્ચે રાહત

દેશમાં વધતી મોંઘવારીને કારણે ઘરખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને મધ્યમવર્ગીય પરિવારો માટે બાળકોના શિક્ષણ સાથે જોડાયેલા ખર્ચનું સંચાલન કરવું પડકારરૂપ બની ગયું છે. આવી સ્થિતિમાં ટ્રાન્સપોર્ટ ખર્ચમાં વધારો ન કરવાનો નિર્ણય વાલીઓ માટે મોટી રાહત સાબિત થયો છે.

વાલીઓમાં ખુશીનો માહોલ

આ નિર્ણયને વાલીઓએ સ્વાગત કર્યો છે. ઘણા વાલીઓનું કહેવું છે કે આ પગલું સમયોચિત છે અને શિક્ષણ સાથે જોડાયેલા ખર્ચમાં સંતુલન જાળવવામાં મદદરૂપ બનશે. ટ્રાન્સપોર્ટ ખર્ચ સ્થિર રહેતા વાલીઓને પોતાના ખર્ચનું આયોજન કરવામાં સરળતા મળશે.

School van

આ પણ વાંચો:અમદાવાદમાં વધુ ભાડાં માટે સ્કૂલ વાન ચાલકો જોખમમાં મૂકી રહ્યાં છે બાળકોનાં જીવ!

આ પણ વાંચો:અમદાવાદમાં સ્કૂલ વાનને નડ્યો અકસ્માતઃ જાનહાનિ નહીં

આ પણ વાંચો:સ્કૂલ વાન ચાલકોની મંગળવારથી હડતાળ, વાલીઓની ટાંગાતોડ વધી જશે