Colorful Holi festival/ અમદાવાદ વાસીઓ રંગોમાં રંગાયા, રેઇન ડાન્સ અને મ્યુઝિક સાથે DJના તાલે ઝૂમ્યા, અલગ અલગ જગ્યાઓ પર વિવિધ થીમ પર કાર્યક્રમો

અમદાવાદ વાસીઓ રંગોની ઉત્સવામાં રંગાયા, અમદાવાદમાં ઠેરઠેર અનેક પાર્ટી પ્લોટો અને અન્ય સ્થળોએ હોળીના રંગે લોકો રંગાયા, ડાન્સ, ખાણીપીણી અને વિવિધ રંગના કલરનો લ્હાવો લઈને ખૂબ મજા માણી.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદમાં ધૂળેટીની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. અમદાવાદમા અનેક પાર્ટી પ્લોટો ખાનગી આયોજકો દ્વારા ધૂળેટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ધૂળેટી રમવા ઉમટ્યા છે. અમદાવાદીઓએ રંગોની છોળો સાથે પાણીના ફુવારા ઉડાવ્યા અને રેઇન ડાન્સ અને મ્યુઝિક સાથે DJના તાલે ઝૂમી રહ્યા છે.

અમદાવાદીઓ કોઈ પણ તહેવારની ઉજવણી ધામધૂમથી કરે છે અને જ્યારે તહેવારોની વચ્ચે પડતર દિવસ આવે ત્યારે સોનામાં સુગંધ ભળે તેવું થઈ જાય છે. પડતર દિવસને પણ તહેવારમાં બદલી નાખે તેવા અમદાવાદીઓએ હોળીના દિવસે ધૂળેટીની ઉજવણી કર્યા બાદ આજે પણ ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે. હોળીના બીજા દિવસે ધૂળેટી હોય તેવું માનનારા વર્ગે ગઈકાલે રંગોત્સવ મનાવ્યો હતો, પણ ખરેખર ધૂળેટી આજે હોવાથી મોટાભાગના લોકો ધૂળેટીનો તહેવાર હાલ મનાવી રહ્યા છે. મહત્વનું છે કે, અમદાવાદમાં વિવિધ થીમ પર કાર્યક્રમો યોજાયા તો અંદાજે 150 જેટલી પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં ધૂળેટીને લઈને સેલિબ્રેશનનો માહોલ છે. અમદાવાદીઓ હાલ પુરજોશમાં ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે. આજે અમદાવાદમાં ધૂળેટીનો માહોલ જામ્યો છે. આ સાથે શહેરના ક્લબ અને પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. અનેક પાર્ટી પ્લોટોમાં ખાનગી આયોજકો દ્વારા ધૂળેટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધૂળેટીનો માહોલ જામ્યો છે. જેમાં અમદાવાદીઓ રેઇન ડાન્સની મોજ માણતા જોવા મળ્યા રહી છે. લોકો આનંદસભર  રંગોના ઉત્સવની મોજ માણી રહ્યા છે.

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં અનેક સ્થળોએ વિવિધ થીમ પર કાર્યક્રમો યોજાયા છે. નોંધનીય છે કે, અમદાવાદમાં ધૂળેટીના દિવસે અંદાજે 150 જેટલી પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ સિંધુ ભવન, SG હાઈવે વિસ્તારના પાર્ટી પ્લોટમાં પાર્ટીનું આયોજન કરાયું છે. અમદાવાદના SG હાઈ વે પર આવેલી ઘણા પાર્ટી પ્લોટોમાં લોકો રંગોના ઉત્સવી મોજ માણી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગણેશજીના સ્વરૂપનું રહસ્ય શું તમે જાણો છો? જાણો વિઘ્નહર્તાના દિવ્ય સ્વરૂપને…

આ પણ વાંચો:શા માટે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે, જાણો તેની પાછળની દંતકથા…

આ પણ વાંચો:ભગવાન ગણેશની આ વ્રતકથાનું છે માહાત્મ્ય, પાંડવોએ ગુમાવેલ રાજ્ય મેળવ્યું પાછું