- મસ્કના વલણના લીધે ટ્વિટર મોટી ઇવેન્ટ દરમિયાન ડાઉન થવાનો ડર
- કંપનીનો સર્વર- ક્લાઉડ સેવાઓમાં રોજના 1.5થી 3 મિલિયનની બચતનો લક્ષ્યાંક
- હાલમાં ટ્વિટર રોજના 3 મિલિયન ડોલર ગુમાવી રહ્યું છે
ટ્વિટરનો કારભાર સંભાળ્યા પછી મસ્કે રીતસરની દાદાગીરી જ આદરી છે. તેણે કંપનીની ટીમોને જણાવ્યું છે કે વાર્ષિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં એક અબજ ડોલર સુધીની બચત કરવાની છે. આ અંગે પરિચિત બે સ્ત્રોતોની સમીક્ષા મુજબ મસ્કના આ પ્રકારના વલણના લીધે અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી જેવી હાઈટ્રાફિક ઇવેન્ટ્સ દરમિયાન ટ્વિટર ડાઉન થઈ જઈ શકે છે.
કંપની સર્વર અને ક્લાઉડ સેવાઓમાંથી દરરોજ $1.5 મિલિયન અને $3 મિલિયનની બચત શોધવાનું લક્ષ્ય ધરાવે છે, આમ સંદેશામાં જણાવાયું હતું. તેણે પ્રોજેક્ટને “ડીપ કટ્સ પ્લાન” તરીકે ઓળખાવ્યો હતો. રોઇટર્સ દ્વારા સમીક્ષા કરાયેલા આંતરિક દસ્તાવેજ અનુસાર, ટ્વિટર હાલમાં “તમામ ખર્ચ અને આવકને ધ્યાનમાં રાખીને” દરરોજ લગભગ $3 મિલિયન ગુમાવી રહ્યું છે.
ટ્વિટરે ટિપ્પણી માટેની વિનંતીનો તરત જ જવાબ આપ્યો ન હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં તીવ્ર કાપથી ટ્વિટર વેબસાઈટ અને એપ ગંભીર કે મોટી ઘટનાઓ દરમિયાન ડાઉન થવાના જોખમમાં મુકાઈ શકે છે જ્યારે યુઝર્સ કટોકટીની ક્ષણો અથવા મોટી રાજકીય ઘટનાઓ દરમિયાન માહિતીનો વપરાશ અને શેર કરવા માટે ટ્વિટર પર દોડી રહ્યા હોય છે.
એક સ્ત્રોતે જણાવ્યું હતું કે, ટ્વિટર ઉચ્ચ ટ્રાફિકને હેન્ડલ કરી શકે તેની ખાતરી કરવા માટે રાખવામાં આવેલી વધારાની સર્વર જગ્યાને કાપવી કે કેમ તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અન્વેષણ કરી રહ્યું છે. “(મસ્ક) આ લક્ષ્યોને પૂરા કરવા માટે તે જોખમ દાખલ કરવા તૈયાર છે,” વ્યક્તિએ કહ્યું.
